જામનગર તા.૧૬ મે, જામનગર જિલ્લામાં ભૂતકાળમાં બનેલ લૂંટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોના આરોપીઓની વિગતો જોતા ઘણા કિસ્સાઓમાં કારખાના, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં, ફેક્ટરીઓમાં તેમજ ખેતિ અને વેપાર ધંધામાં મજુર તરીકે કામ કરતા કારીગરો આવા ગુન્હોમાં સામેલ હોવાનું જોવા મળ્યુ છે. જેઓ આવા ગુન્હાઓ આચર્યા બાદ જિલ્લામાંથી કે રાજ્યમાંથી નાસી જતા હોય છે.
તેમજ ઘણા કિસ્સામાં અન્ય જિલ્લા કે રાજ્યમાં ગંભિર ગુન્હાઓ આચરી જામનગર જિલ્લામાં છુપાઇને રહેતા હોવાથી ઘણા ગુન્હાઓની તપાસ અધૂરી રહે છે. માટે જામનગર જિલ્લાના વિસ્તારની સલામતી અને શાંતિ જાળવવા સારુ આવા નાગરિકો/વ્યક્તિઓની માહિતિ એકઠી કરવી ખુબ જ જરૂરી છે. જેને લઈને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામાં મુજબ જામનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત સમગ્ર જામનગર જિલ્લાના તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બીલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, ખેતી તેમજ અન્ય ફેક્ટરી ઉદ્યોગ, વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેક્ટરના માલિકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, શ્રમિકો કે ભાગીયાઓ હાલમાં કાર્યરત છે.
તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ/કારીગરો/શ્રમિકોની વિગતો જેમાં પેઢીના/માલીક/ખે ડૂતનું નામ તથા સરનામું તથા ધંધાની વિગત, માલીકના મોબાઇલ નં. તથા ધંધાના સ્થળના ટેલીફોન નંબર, કામે રાખેલ કર્મચારી/કારીગર /મજૂર/ભાગીયા નું પુરૂ નામ, ઓળખ ચીન્હ, હાલનું સરનામું તથા મોબાઇલ નંબર, મુળ વતનનું પુરુ સરનામું તથા વતનના ટેલિફોન નંબર, પૂર્વ ઇતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઇ શકે તેવા તમામ આધારા પુરાવા (ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ, રેશનકાર્ડ) વિગેરે, કર્મચારી / કારીગર /મજૂર/ભાગીયાને નોકરીમાં રાખ્યાની તારીખ, અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલકીનું પુરૂ નામ, સરનામું તથા મોબાઇલ નંબર, કોના રેફરન્સ/પરીચયથી નોકરીએ રાખેલ છે.
તે સ્થાનિક રહીશનું પુરૂ નામ, સરનામું, ટેલિફોન અને મોબાઇલ નંબર, બે થી ત્રણ સગા સબંધીના પુરા નામ તથા સરનામા (તેમના વતન સહીતના) તથા ટલિફોન અને મોબાઇલ નંબર, ફોટો હથિયાર ધરાવતા હોય તો તેની વિગતો અંગેની માહિતી તથા ગુજરાત રાજ્યના કે અન્ય રાજ્યો/દેશમાંથી આવેલા વ્યક્તિને મકાન ભાડા પેટે આપવામાં આવે ત્યારે મકાન ભાડે અપાવનાર દલાલ અને મકાન માલિકે મકાન ભાડે આપ્યા અંગેની માહીતી જેમાં મકાન માલિકનુ નામ તથા રહેઠાણનું સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું નામ તથા સરનામું, મકાન ભાડે આપ્યાની તારીખ, મકાન ભાડે રાખનાર વ્યક્તિનું નામ/સરનામું/ઓળખકાર્ડ/ચૂંટણીકાર્ડ / ડ્રા ઇવીંગ લાઇસન્સનો પુરાવો, મકાન ભાડે રાખનાર મુળ ક્યાના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા વતનની બે વ્યક્તિના નામ, સરનામા તથા ફોન નંબર, મકાન માલિક અને ભાડુઆત તરીકે સંપર્ક કરાવનાર એજન્ટ/દલાલનું નામ સરનામું/ફોન નંબર તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનને ૧૫દિવસમાં આપવાની રહેશે.
આ જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech