રાજકોટ
મૂળ જેતપુર પંથકના વતની અને રાજકોટમાં રહેતા અને મની પ્લસ નામે શરાફી મંડળી ચલાવનાર અલ્પેશ દોંગા સામે અગાઉ વ્યાજે પૈસા આપી ખેડૂતોની જમીન લખાવી લીધા અંગેની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. તાજેતરમાં જ રાજકોટ શહેર અને રાજકોટ રેન્જમાં યોજાયેલા વ્યાજખોરીના લોક દરબારમાં પણ અલ્પેશ દોંગા વિદ્ધ રજુઆતો મળી હતી. દરમિયાન અલ્પેશ દોંગા સહિત બે શખસો સામે મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટમાં ન્યુ રાજદીપ સોસાયટીમાં રહેતા પરિણીતાએ માતાની સારવાર માટે અલ્પેશ દોંગા પાસેથી પિયા પાંચ લાખ પાંચ ટકા વ્યાજ લીધા હતા. બાદમાં વધુ ૧૫ લાખ લેતા અલ્પેશે પરિણીતાની વડીલોપાર્જિત જમીનનો દસ્તાવેજ કરાવી લઈ જગ્યા ખાલી કરી દેવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં ૪૦ ફટ રોડ પર ખોડલ હોટલ પાછળ ન્યુ રાજદીપ સોસાયટી પાસે સગુન એલીગન્સ બ્લોક નંબર ૫૭– એ માં રહેતા ભાવનાબેન પંકજભાઈ દોંગા (ઉ.વ.૪૫) નામના પરિણીતાએ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં નાના મવા રોડ પર સગુન એલીગન્સ સત્યમ પાર્ટી લોન્સની પાછળ રહેતા અલ્પેશ ગોપાલભાઈ દોંગા અને જેતપુરમાં રહેતા રસિક આંબાભાઈ સખીયાના નામ આપ્યા છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે માતા વાલીબેન ઉર્ફે વીણાબેન બે પુત્રી અને પતિ સાથે રહે છે. પરિણીતાની વડીલોપાર્જિત જમીન લોધિકા તાલુકાના ધૂડિયા દોમડા ગામે સર્વે નંબર ૧૫૯ ની પાંચ એકર ૧૧ ગુઠા જમીન તેના માતા વાલીબેન ઉર્ફે વીણાબેનના સંયુકત નામે આવેલી છે. ફરિયાદીના માતા વાલીબેનને પેટમાં ગાંઠ હોય તેની સારવાર માટે પૈસાની જરિયાત પડતા પાડોશમાં રહેતા અલ્પેશ દોંગાને વાત કરતા તેણે પાંચ લાખ પાંચ ટકા વ્યાજે આપ્યા હતા. જેનું ફરીયાદિ નિયમિત વ્યાજ ચૂકવતા હતા. ત્યારબાદ સારવાર માટે વધુ પૈસાની જર પડતા સગા સંબંધીઓ પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હોય જે ચૂકવવા માટે પિયા ૧૫ લાખની જરિયાત પડતા અલ્પેશને વાત કરતા તેણે . ૧૫ લાખ આપીશ પરંતુ તમારે તમારી જમીન ગીરો મૂકવી પડશે તેવી વાત કરી હતી. જેથી મામલતદાર કચેરી લોધિકા ખાતે ૭.૫૦ લાખના બે અલગ અલગ ચેક આપી અલ્પેશે ફરિયાદીની સર્વે નંબર ૧૭૯ ની જમીનનો દસ્તાવેજ અન્ય આરોપી રસિક સખીયાના નામે કરાવી દીધો હતો.પિયા ૨૫,૦૦૦ વ્યાજ પણ ચૂકવ્યું હતું. ત્યારબાદ લોધીકા મામલતદાર કચેરીથી નોટિસ મળી હતી જેમાં જમીનના અંગેની ફેરફાર નોંધ નમૂના નંબર છ કરવામાં આવી છે. જેમાં વાંધો તકરાર હોય તો ૩૦ દિવસમાં લેખિત રજૂઆત કરવી તેવી નોટિસ મળતા અલ્પેશને આ નોટિસ બાબતે વાત કરતા તેણે કહ્યું હતું કે, આવી નોટિસ તો મળે જમીન તમારા નામે જ છે તેમ કહી ઘરે આવી નોટિસ લઈ ગયો હતો. ત્યારબાદ ફરિયાદીએ ગીરો મુકેલી જમીનના કાગળો પરત આપવાનું કહેતા અલ્પેશે કહ્યું હતું કે, આ જમીનનો દસ્તાવેજ અમે કરાવી લીધો છે તમારી જમીન તમારા નામે કરવી હોય તો ૧.૫ કરોડ ચૂકવવા પડશે નહીંતર ૧.૫ કરોડ પિયાનું વ્યાજ ચાલુ થઈ જશે વ્યાજ નહીં ભરો તો જમીન અમે વેચી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીએ રેવન્યુ રેકોર્ડમાં તપાસ કરતા તેમની જમીનનું દસ્તાવેજ તારીખ ૧૭૨૦૨૩ ના રસીક આંબાભાઈ સખીયાના નામે હોવાનું જાણવા મળ્યું હતું હાલ દસ્તાવેજ નીતાબેન બુહા નામે છે.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે અલ્પેશ દોંગાને ૨૦૨૪ સુધી મહિનાના પિયા ૭૫,૦૦૦ લેખે વ્યાજ ચૂકવ્યું હતું. ત્યારબાદ તેણે ફરિયાદીની જમીનનો રસીક સખીયાના નામે દસ્તાવેજ કરાવી દીધો હતો અને આ અલ્પેશ તથા રસિક ફરિયાદીના ખેતરે આવી જગ્યા ખાલી કરી જતા રહેજો નહીંતર અમારી પાસે ઘણા માણસો છે તમને તથા તમારા પરિવારના સભ્યોને ગમે ત્યારે ઉપાડી લેશે, જીવતા નહિ રહેવા દઈએ જમીન હવે ભૂલી જજો તેમ કહી ધમકી આપતા હતા. આમ ફરિયાદી અલ્પેશને પિયા ૧૫ લાખથી ચૂકવી દીધા હોવા છતાં જમીનનો દસ્તાવેજ કરાવી લઈ ધમકી આપતો હોય પરિણીતાએ બંને આરોપી વિદ્ધ ફરિયાદ નોંધાવતા મેટોડા પોલીસે ધમકી મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application