BREAKING NEWS

કુખ્યાત ભરત ફુગસીયાએ એમપીના શખસ પાસેથી હથિયાર મંગાવ્યાતા

  • May 22, 2026 08:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એસઓજીની ટીમે મોરબી રોડ પરની એ.ડી.બી. હોટલની પાછળ આવેલ વાડીમાંથી કુખ્યાત ભરત કુગસિયાને પિસ્ટલ અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. કુખ્યાત ભરત ફુગસિયાએ જેલમાં મિત્ર થયેલ એમપીના શખસ પાસેથી ત્રણ હથીયાર મંગાવ્યાનું તપાસમાં ખુલ્યુ છે. એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરીમાં પીએસઆઈ વી.કે.ઝાલા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઈ રાજેશભાઈ બાળા અને હેડ
કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજાને બાતમી મળેલ કે, ભરત કુ. ગશીયા એ.ડી.બી. હોટલની પાછળ અતુલ મારૂતી સુઝુકી કંપનીના ગોડાઉનની પાછળ તેની વાડી પાસે જાહેરમાં ઉભેલ છે અને તેની પાસે ગેરકાયદેસર હથીયાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે તે શખ્સને અટકમાં લઈ નામ પુછતા પોતાનું નામ ભરત રધુ કુ. ગશીયા (ઉ.વ.૩૯, ધંધો-ખેતીકામ રહે. શ્યામા બંગલોઝ બંગલા નં.ર એ.ડી.બી. હોટલની પાછળ મોરબી-બેડી બાયપાસ રોડ રાજકોટ) હોવાનું જણાવેલ હતું. તેની અંગઝડતી કરતા તેણે પહેરેલ જીન્સના પેન્ટના નેફામાંથી એક દેશી બનાવટની પિસ્ટલ તેમજ શર્ટના ખિસ્સમાંથી જીવતા કાર્ટીસ
નંગ-૩ મળી આવતાં ભરત કુગશીયાની ધરપકડ કરી પૂછતાછ આદરી હતી.વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ ભરત કુગસીયાએ. હત્યાના ગુનામાં જેલમાં હતો ત્યારે તેની સાથે કેદી મધ્યપ્રદેશના શખ્સ સાથે મુલાકાત થઈ હતી અને તેની પાસેથી ત્રણ હથિયાર મંગાવ્યા હતા. તેમાંથી બે હથિયાર તેને અગાઉ હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયેલ રામદેવ ડાંગરને આપ્યા હતા તેમ જ એક હથિયાર પોતાની પાસે રાખ્યું હતું. હાલ પોલીસે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી. આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application