BREAKING NEWS

રાજકોટમાં 19 ગુનાનો નામચીન આરોપી 25 હજારના ગાંજા સાથે ઝડપાયો

  • October 07, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપીની સુચના અને એસીપી ક્રાઈમ ના માર્ગદર્શન હેઠળ શહેર એસોજી બ્રાન્ચની ટીમ દ્વારા ડ્રગ્સ મુકત રાજકોટ મિશન અંતર્ગત પેટ્રોલિંગમાં નીકળી હતી તે વેળાએ હકીકતના આધારે મનહરપરામાં રહેતા કુખ્યાત 19 જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા નામચીન હિસ્ટ્રીસિટરને 25 હજારના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા,ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશનર બી બી બસિયા દ્વારા શહેરમાં ડ્રગ્સ અંગે કાર્યવાહી કરવા આપેલ સુચનાના પગલે એસ.ઓ.જી. પીઆઈ, એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.વી. ધ્રાંગુ એ.એસ.આઇ અરૂણભાઇ બાંભણિયા,સહિતનો સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.

તે વેળાએ દિગ્વિજયસિંહ ગોહિલ હાર્દિક સિંહ પરમારને મળેલ બાતમીના આધારે રાજકોટ શહેરના મનહરપરા શેરી નંબર 7 હનુમાન ચોક નજીક પાછળ રહેતા આકાશ ઉર્ફે મરચા હરીશભાઈ બાબરીયા 28 વાળા ના ઘરમાં દરોડો પાડી 2.570 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા 25, 700, મોબાઈલ, વજનકાટો, મળી કુલ રૂપિયા 31,200 ના મુદ્દા માલ સાથે ધરપકડ કરી હતી.


દસ વર્ષમાં આકાશ ઉર્ફે મરચા સામે 19 જેટલા ગુના નોંધાયેલા છે

રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચે ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધેલા આકાશ ઉર્ફે મરચા બાબરિયાની ક્રાઈમ કુંડળી ચેક કરતા છેલ્લા દસ વર્ષમાં શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં એનડીપીએસના થોરાળા તેમજ પ્ર નગર પોલીસ મથકમાં બે ગુના નોંધાયેલા છે, આ ઉપરાંત અલગ અલગ કુલ ૧૯ જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

આ અંગેની કામગીરીમાં પીઆઇ એસએમ જાડેજા પીએસઆઇ વીવી ધ્રાંગુ, એસ આઈ અરૂણભાઇ બાંભણિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, મૌલિકભાઈ સાવલિયા, યોગેન્દ્રસિંહ ઝાલા હરદેવસિંહ જાડેજા મોનાબેન બુશા, ડ્રાઇવર મહાવીરસિંહ જાડેજા સહિતની ટીમ જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application