લુંટના ગુનામાં ૭ વર્ષની સજા પામેલા એક ફરારી આરોપીને એલસીબીએ છરી સાથે પકડી લીધો હતો, આ શખ્સ અલગ અલગ પોલીસ સ્ટેશનના ૪૬ ગુનામાં સંડોવાયેલો છે.
જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા અનડીટેકટ ગુના શોધી કાઢવા સુચના કરેલ જે અન્વયે એલસીબી પીઆઇ લગારીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન ૨૦૧૮ના વર્ષમાં ફરીયાદી ગુણેશ્ર્વરસીંગ લાયશ્રમ રહે. દ્વારકાધીશ સોસાયટી જામનગરના મકાનમાં રાત્રીના કોઇએ પ્રવેશ કરી ફરીયાદી તથા સાહેદોને ઇજા કરી રોકડ અને અન્ય ચિજવસ્તુની લુંટ ચલાવી હતી, આ ગુનામાં આરોપી હનીફ ઉર્ફે હનફો ચોરને મુદામાલ સાથે પકડવામાં આવ્યો હતો.
આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી હનીફ સનાને લુંટના ગુનામાં ૭ વર્ષની સજા અને રૂ. ૫ હજારનો દંડ ફટકાર્યો હતો, આ કેસમાં આરોપી ફરાર હતો દરમ્યાન એલસીબીના મયુદીનભાઇ, અરજણભાઇ અને ભરતભાઇને સંયુકત બાતમી મળેલ કે આરોપી જોડીયાભુંગાવાળો હનીફ ઉર્ફે હનફો ચોર હુસેન સના સજા પામેલ ગુનામાં ફરારી અને હાલ પંચવટી ઓવરબ્રીજ નીચે છે જે હકીકત આધારે ત્યાં દોડી જઇ આરોપીને છરી સાથે દબોચી લીધો હતો.
આરોપી હનફો સીટ-બીના ૭ ગુના, સીટી-સીના ૧૬, બેડી મરીનના ૯, મેઘપરના ૭, પંચ-એના ૨, તથા જોડીયા, માળીયા મીયાળા, રાજકોટ રેલ્વે, ગાંધીધામ, કંડલાના ૧-૧ મળી કુલ ૪૬ ગુનામાં સંડોવાયેલ છે.