BREAKING NEWS

34 ગુનાનો કુખ્યાત બુટલેગર ફિરોજ ઉર્ફે ફીરીયો પાસામાં ધકેલાયો

  • October 16, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા દિવાળીના તહેવારો ને ધ્યાનમાં રાખી શહેરમાં દેશી અને વિદેશી દારૂ ના ગોરખધંધા કરતા અને વારંવાર પોલીસ ચોપડે ચડી ચૂકેલા બુટલેગરો સામે પાસા શસ્ત્ર નો ઉપયોગ કરી 34 થી વધુ ગુનામાં સંડોવાયેલા તેમજ પાંચ વખત પાસાની હવા ખાઈ ચૂકેલા જંગલેશ્વરના કુખ્યાત બુટલેગરને વધુ એક વખત પાસાના પિંજરે પૂરી દેવાયો છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓને પાસા હેઠળ જેલમાં ધકેલવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા ની સૂચનાથી રાજુભાઈ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદિયા સહિતની ટીમે શહેરમાં 34 જેટલા ગુનામાં સંડોવાયેલા જંગલેશ્વરના કુખ્યાત દેવપરા માં રહેતા ફિરોજ ઉર્ફે ફીરિયો હાસમભાઈ મેણું ઉંમર વર્ષ 42 વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી હતી.

જુના પગલે પોલીસ કમિશનરે પાસા વોરંટ ઇસ્યુ કરતા પીસીબી શાખા ના પી.આઈ એમ જે હૂણ પીએસઆઇ પી બી ત્રાજિયા સહિતની ટીમે પાસા વોરંટની બજવણી કરી ફિરોજ ઉર્ફે ફીરીયા ને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ધકેલવા કાર્યવાહી હાથ ધરી હતી જેલમાં ધકેલવા તજવીજ કરાઈ હતી.

કુખ્યાત બુટલેગર ફિરોજ ઉર્ફે ફિરિયા સામે રાજકોટના ઘણા ખરા પોલીસ મથક ઉપરાંત મોરબી, પડધરી, લોધિકા, વાંકાનેર, ટંકારા, ગોંડલ, સુરેન્દ્રનગર, સહિતના અલગ અલગ પોલીસ મથકોમાં 34 જેટલા ગુના નોંધાયેલા છે તેમજ અગાઉ પાંચ વખત પાસાની હવા જુદી જુદી જેલમાં ખાઈ ચૂક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application