પીસીબીની ટીમે આ શખસનો મોબાઇલ જોતાં તે ગ્લોબલ૭૭૭ ડોટ કોમ નામની આઇડી મારફત સટ્ટો દાવ લગાવતો હોવાનું માલુમ પડયું
શહેરના યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ પાસે મોબાઇલ આઇડી મારફત ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી બીગ બેશ લીગના મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા નામચીન અખતર કચરાને પીસીબીની ટીમે ઝડપી લીધો હતો. આ શખસ કોની પાસે કપાત કરાવતો હતો તે બુકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પીસીબીના પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.જે.હત્પણની રાહબરી હેઠળ એસઆઇ મહિલાપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચોહાણ અને હેડ કોન્સ. હરદેવસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણનગર શેરી ન.ં ૧૧ પાસે બગીચાની ફુટપાથ પર એક શખસ મોબાઇલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો હોય તેને ઝડપી લઇ તેની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ અખતર શૌકતભાઇ કચરા(ઉ.વ. ૨૫ રહે. નહેનગર શેરી નં.૨ સિટી સેન્ટર કોમ્પલેકસ પાછળ,રૈયા રોડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસના મોબાઇલની તપાસ કરતા તે મોબાઇલમાં ગ્લોબલ૭૭૭ ડોટ કોમ નામની આઇડી મારફત ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી બીગ બેશ લીગની પર્થ સ્કોચર્સ અને સીડની સીકસરની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું માલુમ પડયુંં હતું. તેની આઇડીમાં જોતા . ૫૨૭૦ ની બેલેન્સ જોવા મળી હતી. જેથી પોલીસે આરોપી પાસેથી .૫ હજારની કિંમતનો મોબાઇલ ફોન કબજે કરી તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી બુકીનું નામ ખોલવવા તપાસ હાથ ધરી છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરોપી અખતર કચરા સામે અગાઉ મારામારી અને દા સહિતના ગુના નોંધાઇ ચૂકયા હોવાનું જાણવા મળ્યું છે.