BREAKING NEWS

હવે એઆઈ કરશે ભાવતાલ: ભાડું અને ખરીદીમાં ડિસ્કાઉન્ટ માગવા મદદ કરશે

  • October 20, 2026 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) મોડલ હવે મનુષ્યોની સૌથી રસપ્રદ આદત એટલે કે 'ભાવતાલ' કરવાનું શીખી રહ્યું છે. જાણીતી એઆઈ કંપની એન્થ્રોપિક અનુસાર, તે એક એવી એઆઈ એજન્ટ ટેકનોલોજી પર કામ કરી રહી છે જે માણસો વતી દલીલો અને ભાવતાલ કરી શકશે. આ ટેકનોલોજી સેલેરી હાઇક મેળવવામાં, ઘરનું ભાડું નક્કી કરવામાં કે પછી નવો લેપટોપ ખરીદતી વખતે ડિસ્કાઉન્ટ માંગવામાં મદદરૂપ થશે.આ તૈયારી માટે એન્થ્રોપિક વકીલો અને લો-ફર્મ્સ (કાનૂની સંસ્થાઓ)ની સલાહ લઈ રહી છે, જેથી એઆઈ એજન્ટો માટે વાટાઘાટો કરવાના નિયમો અને યોગ્ય કાનૂની માળખું નક્કી કરી શકાય. કંપની એક એવી સિસ્ટમ પણ વિચારી રહી છે જ્યાં યુઝર્સ પોતાના એઆઈ એજન્ટને ડિજિટલ રીતે હસ્તાક્ષર કરેલો (સહી થયેલો) દસ્તાવેજ આપી શકે, જેનાથી તે યુઝરના સત્તાવાર પ્રતિનિધિ તરીકે વાતચીત કરી શકે.કંપનીએ આ દિશામાં પ્રયોગો પણ શરૂ કરી દીધા છે. એન્થ્રોપિકે તાજેતરમાં તેના કર્મચારીઓ સાથે વર્ચ્યુઅલ ટ્રેડિંગ પ્લેટફોર્મ પર એક પ્રયોગ કર્યો હતો, જેમાં AI એજન્ટોને પુસ્તકો ખરીદવા અને વેચવાના કામમાં રોકવામાં આવ્યા હતા. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ ટેકનોલોજીને વ્યવહારમાં અપનાવવી એટલી સરળ નહીં રહે, કારણ કે તેનાથી બજારમાં અસમાનતા વધી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application