દૂરદર્શન નેશનલ હવે દરરોજ સવારે ૬:૩૦ વાગ્યે અયોધ્યાના રામલલા મંદિરમાંથી ભવ્ય આરતીનું જીવતં પ્રસારણ કરશે. ભકતો દરરોજ ભગવાન રામલલાના દિવ્ય દર્શન કરી શકશે. દૂરદર્શને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હવે દરરોજ થશે ભગવાન શ્રી રામલલાના દિવ્ય દર્શન! અયોધ્યાના શ્રી રામલલા મંદિરમાંથી દરરોજ સવારે ૬:૩૦ કલાકે માત્ર દૂરદર્શન નેશનલ પર રોજની આરતીનું લાઈવ ટેલિકાસ્ટ જુઓ.
મળતી માહિતી મુજબ ૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક બાદ દરરોજ લાખો ભકતો આવી રહ્યા છે.
અયોધ્યામાં રામ ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે દરરોજ સવારે ૬.૩૦ વાગ્યે રામલલા આરતીના લાઇવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે.
રામ મંદિરમાં રામલલાની આરતી ૫ વખત કરવામાં આવે છે, જેમાં મંગળા આરતી, શૃંગાર આરતી, રાજભોગ આરતી, સંધ્યા આરતી અને શયન આરતીનો સમાવેશ થાય છે. દિવસની શઆત સવારે ૪:૩૦ વાગ્યે મંગળા આરતીથી થાય છે. તે જ સમયે, છેલ્લી આરતી શયન આરતી રાત્રે ૧૦:૦૦ વાગ્યે થાય છે, જેમાં રામ ભકતો બે આરતીઓમાં ભાગ લઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech