BREAKING NEWS

હવે રાજકોટ બાર એસો.ની ચૂંટણી લડવી મોંઘી થશે: જનરલ બોર્ડમાં ફી વધારાનો ઠરાવ

  • June 18, 2026 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના ઘંટેશ્વર નજીક આવેલી ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટ બિલ્ડિંગ ખાતે બાર એસોસીએશનના આજે મળેલા જનરલ બોર્ડમાં ત્રણ ઠરાવો સર્વાનુમતે પસાર થયા છે. જેમાં પ્રમુખ માટે 25 હજાર, હોદેદારોમાં 15 હજાર અને કારોબારી સભ્યની ઉમેદવારી માટે પાંચ હજાર ફી નું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે બે કોર્ટનો અચોક્કસ મુદત સુધી બહિષ્કાર કરવાનું તેમજ ચૂંટણીના બીજા દિવસે મતગણતરી કરવાનું જનરલ બોર્ડમાં નક્કી કર્યુ છે.


આ અંગે બાર પ્રમુખ સુમિતભાઇ વોરાના જણાવ્યા મુજબ બાર એસોસીએશનને બે વકીલોએ બે જજ વિરુદ્ધ અરજી આપી હતી. તેમજ અન્ય બે એજન્ડા સહિત ત્રણ મુદ્દે રાજકોટ બાર એસોસીએશનનું જનરલબોર્ડ બોલાવાનું આજે નક્કી થયું હતું. આજે બપોરે 12:30 કલાકે બાર રૂમમાં બાર એસોસીએશનનું જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં વકીલની મળેલી બે જજો વિરુદ્ધની અરજી અન્વયે બાર એસોસીએશન દ્વારા બન્ને જજોની કોર્ટનો અચોક્કસ મુદત સુધી બહિષ્કાર કરવાનું નક્કી કરાર્યું હતું. તેમજ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખપદ માટે રૂ. 25 હજાર, અન્ય હોદેદારોમાં રૂ.15 હજાર અને કારોબારી સભ્યની ઉમેદવારી માટે રૂ. પાંચ હજાર ફીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. ચૂંટણીના મતદાનના બીજા દિવસે મતગણતરી નક્કી કરવાનું ઠરાવવામાં આવ્યું છે. બાર એસોસીએશનની મળેલા જનરલ બોર્ડમાં ત્રણેય ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે. અત્રે યાદ રહે અત્યાર સુધી બાર એસોસિએશનમાં ચૂંટણી માટે પ્રમુખપદમાં રૂપિયા રૂ.10,000, અન્ય હોદ્દેદારોમાં રૂ. 5,000 અને કારોબારી સભ્ય માટે રૂ. 1000 ફીનું ધોરણ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application