ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટના નવા નિયમો લાગુ થયા છે. જેમાં જન્મ પ્રમાણપત્રને લઈ આરોગ્ય વિભાગ દ્વારા નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં બાળકના નામ સાથે માતા પિતાના નામ બાબતે એડવાઈઝરી છે.જેમાં બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે. તથા બાળકના નામ પાછળ માતાનું નામ અને અટક રાખવા માટે જરૂરી દસ્તાવેજ પણ રજૂ કરવા પડશે.
સાથે જ, નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો માત્ર બાળકનું નામ દાખલ કરવું હોય, તો તે પણ શક્ય રહેશે, અને કેટલીક પરિસ્થિતિઓમાં પિતાનું નામ ન દાખલ કરી પણ પ્રમાણપત્ર મેળવવું શક્ય રહેશે. તેમ આરોગ્ય વિભાગે જન્મ મરણના દાખલા બાબતના નિયમો સાથે એડ્વાઇઝરીમા જાહેર કર્યું છે.
જ્યારે માતાનું નામ દાખલ કરવું હોય, ત્યારે તેને અટક રાખવા માટે સંબંધિત કોર્ટ કસ્ટડીના હુકમ અથવા અન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.