હવે રાજકોટનું રેલવે સ્ટેશન વર્લ્ડ કલાસ બનાવાશે: સ્થાનિકમાંથી ડિઝાઇન માગી

  • April 26, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રાજકોટના રેલવે સ્ટેશનને આગામી દિવસોમાં આંતરરાષ્ટ્ર્રીય કક્ષાની સુવિધા જેવી  સગવડ સાથેનું વલ્ર્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે અને આ માટે જો રાજકોટવાસીઓ કોઈ ડિઝાઇન રજૂ કરવા માગતા હોય કે સૂચન કરવા માગતા હોય તો આગામી દોઢ મહિનાના સમયગાળામાં ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી મને મોકલી શકે છે.


પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સંવાદના કાર્યક્રમમાં બોલતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભકિતનગર પડધરી અને વાંકાનેર રેલવે સ્ટેશન પણ વલ્ર્ડ કલાસ બનાવાશે. દેશના ૧૩૨૦ રેલવે સ્ટેશનના રિ–ડેવલોપમેન્ટ નો પ્રોજેકટ હાથ ધરાયો છે જેમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર્રના આ તમામ સ્ટેશનો પણ સમાવેશ કરાયો છે.

રાજકોટથી અમદાવાદ સવા બે કલાકમાં પહોંચી જવાય તે દિવસો હવે દૂર નથી
રાજકોટથી અમદાવાદ બે સવા બે કલાકમાં પહોંચી જવાય તે દિવસો દૂર નથી. આગામી દિવસોમાં ૧૩૦ કિલોમીટરની ઝડપે ટ્રેન ચલાવવાની યોજના છે આ માટે રેલવે ટ્રેકની બંને તરફ ડબલ ડેકર ફેન્સીંગ નાખવાનું કામ ચાલુ છે તેમ કેન્દ્રીય રેલવે મંત્રીએ જણાવ્યું હતું.


સૌરાષ્ટ્ર્રના રેલવેના ૨૫૪ પ્રશ્નો રજૂ કરાયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રને રેલવે સુવિધાના મામલે ૨૫૪ પ્રશ્નો કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂ કરાયા હતા. જોકે તેમાંથી માત્ર ત્રણ ચાર પ્રશ્નોની જ જાહેરમાં ચર્ચા થઈ હતી. બાકીના પ્રશ્નો દિલ્હી મોકલી આપવા જણાવ્યું હતું


વંદે સ્લીપર–વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે

વંદે ભારત પછી હવે વંદે સ્લીપર અને વંદે મેટ્રો ટ્રેન ટૂંક સમયમાં શ કરવામાં આવશે તેવી જાહેરાત રેલવે મંત્રીએ કરી જણાવ્યું હતું કે વંદે મેટ્રો ટ્રેન જૂન મહિનામાં તૈયાર થઈને ફેકટરીની બહાર આવી જશે. તે હાઈ સ્પીડ મેટ્રો જેવી ગતિએ દોડશે અને રેલવેના ઇતિહાસમાં નવી ક્રાંતિ લાવશે તેવી અમને આશા છે. મુસાફરોને જાપાન અને યુરોપિયન કન્ટ્રીમાં રેલવે મુસાફરી દરમિયાન થતી ફિલીગ અને સલામતીનો અનુભવ કરાશે

બુલેટ ટ્રેનના પ્રોજેકટમાં જોડાવા રાજકોટના મેન્યુફેકચરિંગ એકમોને આહવાન કરાયું
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અત્યારે બુલેટ ટ્રેન નો પ્રોજેકટ ચાલી રહ્યો છે તેમાં જોડાવા માટે રાજકોટના મેન્યુફેકચરિંગ યુનિટને માં આહવાન છે. આ માટે ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકલન સાધી ઉધોગપતિઓ જો દિલ્હી આવી પ્રેઝન્ટેશન કરવા માગતા હોય તો દોઢ–બે મહિનામાં આવી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application