રાજકોટ : આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં અંતિમ દિવસે આધશકિત મા જગદંબાની આરાધનાથી રાસોત્સવની શઆત થઈ હતી. મેગા ફાઈનલ કોમ્પીટીશનમાં મન મોહી લેતા વિવિધ સ્ટેપ સાથે ખેલૈયાઓ ઝૂમી ઉઠા હતા. ખેલૈયાઓને બાઈક, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, ગોલ્ડ, સાઇકલ સહિતના લાખેણા ઇનામોથી પ્રોત્સાહિત કરાયા હતા.


આજકાલ થનગનાટ રાસોત્સવમાં અંતિમ દિવસે આજકાલ પરિવારના આમંત્રણને માન આપીને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, અધિકારીગણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા. સૌરાષ્ટ્ર્ર વ્યાપાર ઉધોગના પ્રેસિડેન્ટ પરાગભાઈ તેજુરા, ખોડલધામના રાજાભાઈ પરસાણા અને કિશોરભાઈ, એડવોકેટ રાજુ ધ્રુવ, એડવોકેટ હર્ષિલ શાહ, ધોળકીયા સ્કૂલના સંચાલક જીતુભાઈ ધોળકીયા તેમજ ઉપરાંત આજકાલ પરિવારના મોભી ધનરાજભાઈ જેઠાણી, એડિટર–ઇન–ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજીગં એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા ઉપસ્થિત રહ્યા હતા અને મા જગદંબાની આરતી–સ્તુતિનો લ્હાવો લીધો હતો અને ત્યારબાદ શરૂ થયેલા મેગા ફાઈનલ રાસોત્સવમાં ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કર્યેા હતો


આજકાલ–થનગનાટ ગ્રુપ માત્ર ઝળહળાટ માટે જ નહીં નિષ્પક્ષતા માટે પણ લોકપ્રિય
આજકાલ–થનગનાટ ગ્રુપ માત્ર ભવ્ય આયોજન અને સંસ્કૃતિક ઝળહળાટ માટે જ નહીં, પરંતુ તેમની નિષ્પક્ષતા માટે પણ લોકપ્રિય છે. ખેલૈયાઓને તેમની પ્રતિભા રજૂ કરવાની યોગ્ય તક મળે અને પુરસ્કાર પણ યોગ્ય હક્કદારને જ મળે, તે માટે અહીં નિષ્પક્ષ જજમેન્ટની પરંપરા જળવાઈ રહી છે. આજકાલ અને થનગનાટ ગ્રુપે હંમેશાં પારદર્શિતા જાળવી રાખી છે. અહીં ગરબા રમતા ખેલૈયાઓને તેમના ટેલેન્ટ મુજબ યોગ્ય સ્થાન મળે છે. મેગા ફાઈનલ રાસોત્સવ.અ ખેલૈયાઓને પરફોર્મન્સ અને મહેનતને ધ્યાનમાં રાખીને વિવિધ કેટેગરીમાં પુરસ્કાર આપી નવાજવામાં આવ્યા હતા.


મેગા ફાઈનલમાં પ્રિન્સ– પ્રિન્સેસ બનનાર ખેલૈયાઓ
મેગા ફાઈનલમાં ખેલૈયાઓએ ગ્રાઉન્ડ પર તેની અત્પત પ્રતિભા બતાવી હતી અને યોગ્ય હકદારને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. જેમાં જુનિયર પ્રિન્સેસમાં વૈભવી મારકણા, રાધિકા ગોહેલ, જીયા વાગડિયા, ચાર્મી ધરદેવ, એન્જલ સોલંકી, મુદ્રા હિરપરા, પાર્વતિ વિશ્વકર્મા, મિશ્વા તોગડિયા જેની હિરાપરા, જુનિયર પ્રિન્સ તરીકે જયદિપ દેગડા, કેવિન પિઠડિયા, ક્રિશ પાઇજા, નૈતિક ચૌટલિયા, ધાર્મિક જોષી, પીયુષ રાઠોડ, જયદિપ મોરવાડિયા, સિનિયર પ્રિન્સેસ ગ્રુપ–એમાં જાનવી કાંકરેચા, કિંજલ મકવાણા, મિતાલી સોલંકી, બંસી વાગડિયા તથા સિનિયર પ્રિન્સ ગ્રુપ–એમાં કુશલ રાજપુત, કૌશિક લાલકિયા, મોન્ટુ વાઘેલા, કેતન મકવાણા, ચિરાગ શિયાળ આ ઉપરાંત ગ્રુપ–બીમાં પ્રિન્સેસ તરીકે સ્વાતિ માલકિયા, અનિતા ચૌહાણ, મીરા સોલંકી, અંકિતા મુલાસિયા, રેખા ગોહેલ, ગ્રુપ–બી પ્રિન્સમાં શ્ર્લોક વાવડિયા, રોહન સોલંકી, પ્રિયાંશ શુકલા, નિરવ પીઠડિયા, વિશ્ર્વાસ વાછાણીને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતાં.




રાસોત્સવના મહેમાન બનેલા મહાનુભાવોનો એક જ સુર: વાહ...ખરેખર અદભૂત આયોજન
આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં દરરોજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને અધિકારીઓએ પરિવાર સાથે ઉપસ્થિત રહી રાસોત્સવની રંગત માણી હતી. આજકાલ પરિવારના આમંત્રણને માન આપીને આવેલા મહેમાનોએ રાસોત્સવના ભવ્ય આયોજન અને સુંદર વ્યવસ્થાને બિરદાવી હતી. રજવાડી પરંપરા, ઉત્સવનો માહોલ અને આયોજનની વિશેષતાઓથી મહેમાનો પ્રભાવિત થયા હતા. રાસોત્સવમાં ઉપસ્થિત મહાનુભાવોના મુખે એક જ સુર સંભળાયો હતો,



વાહ... ખરેખર અત્પત આયોજન! પરિવાર સાથે ઉત્સવની યાદગાર પળો માણીને મહેમાનોએ આજકાલ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.ગાયક મિલન કાકડિયા, અવધિશ હરિયાણી અને કિરણ મકવાણાના સુરીલા અવાજે રોનક વધારી રાસોત્સવમાં લોકપ્રિય ગાયક મિલન કાકડિયા, અવધિશ હરિયાણી, કિરણ મકવાણાના સુરીલા અવાજે ખેલૈયાઓને સંગીતના તાલે ઝૂમી ઉઠા હતા. તેમની અવાજની મીઠાશ અને લોકગીતોના ઝૂમતા સ્વરોએ સમગ્ર વાતાવરણમાં નવી ઊર્જા ભરી દીધી હતી.

પ્રખ્યાત એન્કર માહી દવેના સંચાલનથી કાર્યક્રમ વધુ જીવતં બન્યો હતો. બીજી બાજુ, ટુ બ્રધર્સ બેન્ડના લાઈવ ઓર્કેસ્ટ્રાએ સંગીતમાં એવો જુસ્સો ઉમેર્યેા કે ખેલૈયાઓ કલાકો સુધી અવિરત રાસ–ગરબામાં તન્મય બની ગયા હતા. ટીટોડો, થ્રી સ્ટેપ, ફોર સ્ટેપ, દોઢીયા, ટીમલી, સનેડો, સિકસ સ્ટેપ અને ચોકડી ખેલૈયાઓ દ્રારા એવી સુંદર રીતે રજૂ કરાયા કે દર્શકોને પણ મજા પડી ગઈ હતી.ધ્રુવી મહેતાના સંચાલન અને લાઇવ ઓર્કેસ્ટ્રાએ જમાવ્યો રંગ રાસોત્સવને વધુ આકર્ષક અને યાદગાર બનાવવામાં પ્રખ્યાત એન્કર ધ્રુવી મહેતાના સંચાલન અને આર.વી. બેન્ડના લાઇવ ઓર્કેસ્ટ્રાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સંગીતના સૂર, તાલબદ્ધ ધૂન અને એન્કરના ઉત્સાહસભર સંચાલનથી ખેલૈયાઓમાં સતત ઉમગં જોવા મળ્યો હતો. ગરબાની એક પછી એક ધૂન સાથે મેદાનમાં ઉત્સાહ વધતો ગયો હતો અને ખેલૈયાઓસંગીતના તાલે મન મૂકીને રાસ રમ્યા હતા

અંતિમ દિવસે ખેલૈયાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ચણિયાચોળી, કેડિયું અને પરંપરાગત આભૂષણોથી સ ખેલૈયાઓના આકર્ષક અંદાજે રાસોત્સવની રંગતને વધુ નિખારી હતી. લયબદ્ધ સંગીત, ઢોલના તાલ અને ગરબાના સૂર સાથે ખેલૈયાઓના પગલા તાલમાં તાલ મિલાવતા જોવા મળ્યા હતા