BREAKING NEWS

આજકાલ–થનગનાટ રજવાડી રાસોત્સવમાં અનોખી રંગત

  • October 15, 2026 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ નવરાત્રીના ચોથા નોરતે આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં ખેલૈયાઓએ જાણે ઉત્સવનો નવો જ રગં ભરી દીધો હતો. મા જગદંબાની આરતીથી શઆત થયેલા આ રાસોત્સવમાં મિનિટોમાં જ રમણિય માહોલ સર્જાયો હતો. આરતી પૂર્ણ થતાં જ ઓરકેસ્ટ્રાના નાદ વચ્ચે ખેલૈયાઓએ તાળી અને દાંડીયાના તાલ પર મન મુકીને રાસ રમવાનું શરૂ કર્યું . આ પર્વે રાસોત્સવમાં મહાનુભાવોની ઉપસ્થિતિના કારણે સોનામાં સુગંધ  ભળી હતી.




રાસોત્સવમાં અતિથી વિશેષ તરીકે સીંધી સમાજના સંતશ્રી અમરલાલજી,  દશરથ ભાઈશાબ, મંગારામ ધનકાણી, પૂર્વ મેયર અને કોર્પેારેટર પ્રદીપભાઈ ડવ, વોર્ડ ન.ં ૧૨ના કોર્પેારેટર કિશનભાઈ ટીલવા, રેખા કન્સ્ટ્રકશનના આત્મારામભાઈ બેલાણી,  વિનોદભાઈ ગંગારામમણી, રાજાભાઈ હિન્દુજા, સૌરાષ્ટ્ર્ર–કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ નલીનભાઇ ઝવેરી, સંજયભાઈ લાઠીયા, ધવલભાઈ મહેતા, પૂર્વર્ કોર્પેારેટર દિલીપભાઈ આસવાણી, હિન્દુસ્તાન પ્રોજેકટસના ભીમભાઈ કેશવાલ અને અરજનભાઇ કેશવાલા, એડવોકેટ દિલીપભાઈ પટેલ, એડવોકેટ સુમિતભાઈ વોરા, ડો.શ્યામ ગોહિલ, ડો. નીલ ગોહિલ, ડો. જયેશ ડોબરિયા–સિનર્જી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, અધિકારીગણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.





આજકાલ પરિવારના મોભી ધનરાજભાઈ જેઠાણી, એડિટર–ઇન–ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજીગં એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવાએ પરિવાર સાથે વિશેષ હાજરી આપી ખેલૈયાઓને પ્રોત્સાહન આપ્યું હતું.ચોથા નોરતે રાસોત્સવનો માહોલ એટલો ઉત્સાહભર્યેા બન્યો હતો કે જાણે મેદાનમાં નવી ઊર્જાનો સંચાર થયો હોય. સંગીતની સુરાવલીઓ અને ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમી ઊઠાં હતાં. પરંપરાગત ગરબા સાથે ખેલૈયાઓના ઉત્સાહે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું.





આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં નવરાત્રિની પરંપરા અને આધુનિક આયોજનનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. ખેલૈયાઓ માટે રાસોત્સવ માત્ર મનોરંજનનું માધ્યમ નહીં, પરંતુ માતાજીની આરાધના, પરિવારજનો સાથે આનદં માણવા અને સામૂહિક એકતાનો અનુભવ કરવાનો અવસર પણ બન્યો હતો.





ચોથા નોરતે જામેલી ગરબાની રંગતથી નવરાત્રિનો ઉત્સાહ વધુ ખીલ્યો હતો અને સમગ્ર મેદાન ભકિત તથા આનંદના રંગે રંગાયું હતું. લોકપ્રિય ગાયક મિલન કાકડિયા, અવધિશ હરિયાણી, કિરણ મકવાણાના સુરીલા અવાજ સાથે તેમજ ઓર્કેસ્ટ્રા તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠા હતા. પ્રખ્યાત એન્કર ધ્રુવી મહેતાના સંચાલન તથા આર વી બેન્ડના લાઈવ ઓર્કેસ્ટ્રાના કારણે ગરબાનો રગં વધુ ખીલી ઉઠો હતો. ટીટોડો, થ્રી સ્ટેપ, ફોર સ્ટેપ, દોઢીયા, ટીમલી, સનેડો, સિકસ સ્ટેપ, ચોકડી રાસ રમી ખેલૈયાઓ પરંપરાગત ગીતોના તાલે ગરબે ઘૂમ્યા હતા.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application