BREAKING NEWS

આજકાલ–થનગનાટ રાસોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો

  • October 12, 2026 04:00 PM 


રાજકોટ માં આ વર્ષે સતત ૧૮મા વર્ષે આજકાલ દ્વારા આત્મન ગ્રુપના સથવારે યોજિત આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં પહેલા નોરતે જાણે ગ્રાઉન્ડમાં સૂર્યેાદય થયો હોય તેમ સોળે કળાએ ખીલી ખેલૈયાઓ ઝૂમી ઉઠા હતા. માતાજીની આરતી, સ્તુતિ સાથે રાસોત્સવનો પ્રારંભ  થયો હત. જેમાં મેયર ડો.નેહલ શુકલ, પૂર્વ કેબીનેટ મંત્રી તથા ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, મનપા કમિશનર તુષાર સુમેરા, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, શાસક પક્ષના નેતા હિરેન ખીમણીયા, રિલાયન્સ ગ્રુપના પરેશ જોશી સહિતના સમાજશ્રેિઓ, અધિકારીગણ, ઉધોગપતિઓ તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.



આ ઉપરાંત આજકાલ પરિવારના મોભી ધનરાજભાઈ જેઠાણી, એડિટર–ઇન–ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજીંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવાએ પરિવાર સાથે વિશેષ હાજરી આપી ખેલૈયાઓને આશીર્વાદપ પ્રેરણા પૂરી પાડી હતી. રાસોત્સવની શઆતથી જ સંગીતના તાલે ખેલૈયાઓમાં ઉમગં છલકાયો હતો.




પ્રખ્યાત એન્કર એન્કર ધ્રુવી મહેતા ઉપરાંત વિવિધ કલાકારો સાથે આર વી બેન્ડના લાઈવ ઓર્કેસ્ટ્રા, ડી.જે. મ્યુઝિક અને પરંપરાગત ગુજરાતી ગીતોના આધુનિક તાલના મિશ્રણ સાથે ખેલૈયાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં પ્રથમ નોરતે દેખાયેલા આ ઉત્સાહથી અનુમાન લગાવી શકાય છે કે આવતા દિવસોમાં આ ભવ્ય રાસોત્સવ વધુ રંગત ભરી દેશે. આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં નવરાત્રીની ઉજવણીમાં ખેલૈયાઓની હાજરી અનેરો ઉમગં જગાવી રહી છે, જે નવરાત્રિને આ વર્ષે પણ યાદગાર બનાવી દેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application