BREAKING NEWS

આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં યુવાધન હિલોળે ચઢ્યું

  • October 19, 2026 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 સાતમા અને આઠમા નોરતે આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં આદ્યશક્તિ મા જગદંબાની આરાધનાથી રાસોત્સવની શરૂઆત થઈ હતી. ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ ઉમટી પડતા ખચાખચ ભરાયેલુ મેદાન આનંદથી ગુંજતું બન્યું હતું. હજારો ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ માણીને સાંજને યાદગાર બનાવી હતી. લયબદ્ધ સંગીત, પરંપરાગત તાલ અને સુરીલા સ્વરોની ધૂનોએ ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.




સાતમા નોરતે આજકાલના આંગણે મહેમાનોનો મેળાવડો જામ્યો હતો. જેમાં શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઇ પૂજારા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ વી.પી વૈષ્ણવ, સેક્રેટરી નૌતમભાઈ બારસીયા, ટ્રેઝરર વિનોદભાઈ કાછડિયા, મનીષ એડ એજન્સીના મનીષભાઈ ત્રિવેદી, દ્રષ્ટિ એડ એજન્સીના ગિરીશભાઈ ત્રિવેદી, નૌતમભાઈ બારસીયા, મેનેજિંગ કમિટી મેમ્બરના કુશલભાઈ પોરટા, સત્યેનભાઈ પટેલ, કિશોરભાઈ વઘાસિયા, કોર્પોરેટર કિરણબેન માંકડિયા, કોર્પોરેટર રીટાબેન સખીયા, કોર્પોરેટર પ્રવીણભાઈ સેગલિયા, અગ્રણી ઉદ્યોગપતિ રાજુભાઈ પોબારુ, શૈલેષભાઈ પાબારી. ડો. અતુલ પંડ્યા, ડો. દર્શનાબેન પંડ્યા ડીએમએલ ગ્રુપના હરીશભાઈ લાખાણી, ડો. અજયભાઈ મહેતા, ડો. તેજલબેન મહેતા, સૈયાજી હોટલના દિગ્વિજયસિંહ જાડેજા, સરકારી વકીલ સમીરભાઈ ખીરા સહિતના સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.




આઠમા નોરતે રાસોત્સવમાં અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિએ ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. ડીસીપી હેતલબેન પટેલ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા, રાજકોટ મહાપાલિકાના દબાણ હટાવ અધિકારી પી.જે.બારીયા, પૂર્વ કોર્પોરેટર અતુલભાઇ રાજાણી, મ્યુનિ.વિપક્ષી નેતા દિપ્તીબેન સોલંકી, જૈન સમાજ શ્રેષ્ઠી અને પૂર્વ ટીપીઓ બી.એચ.રૂપાણી, રઘુવંશી અગ્રણી કિરીટભાઇ કેસરિયા, પીન્ટુભાઇ ખાટડી ઉપસ્થિત રહ્યા હતા.


બિરલા પબ્લિક ગ્રુપ ઓફ સ્કૂલ્સના ડેપ્યુટી ડાયરેક્ટર અજય કુમાર અગ્રવાલ થતા જામનગરથી પિયુષ એન્જિનિયરિંગના પરેશભાઈ પાલા, પિયુષભાઈ પાલા, શિવમ પાલા પરિવાર સાથે આજકાલના મહેમાન બન્યા હતા


આ ઉપરાંત આજકાલ પરિવારના મોભી ધનરાજભાઈ જેઠાણી, એડિટર-ઇન-ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજીંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવાની ઉપસ્થિતિએ ખેલૈયાઓને વિશેષ પ્રેરણા આપી હતી.


રાસોત્સવની શરૂઆતથી જ સંગીતના તાલે ખેલૈયાઓમાં ઉમંગ છલકાયો હતો. પ્રખ્યાત એન્કર એન્કર ધ્રુવી મહેતા ઉપરાંત વિવિધ કલાકારો સાથે આર વી બેન્ડના લાઈવ ઓર્કેસ્ટ્રા, ડી.જે. મ્યુઝિક અને પરંપરાગત ગુજરાતી ગીતોના આધુનિક તાલના મિશ્રણ સાથે ખેલૈયાઓ મંત્રમુગ્ધ બન્યા હતા.



સાતમા અને આઠમા નોરતે ખેલૈયાઓએ ગ્રાઉન્ડ પર તેની અદ્ભુત પ્રતિભા બતાવી હતી અને યોગ્ય હકદારને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. જેમાં જુનિયર પ્રિન્સેસમાં જેની હિરાપરા, પ્રિન્સ તરીકે જેનીશ મકવાણા, વિઆન પટેલ, હાર્મીશ સોજીત્રાને સન્માનિત કરાયા હતા. સિનિયર પ્રિન્સેસ તરીકે જાણવી કાકરેચા, કિષ્ના વાગડિયા, નમ્રતા સોલંકી, ચાંદની અમીપરા, કારીયા રીયા પ્રિન્સ તરીકે યશપાલ સિંહ જાડેજા, રવિ કુકડિયા, પ્રિયાંશ શુક્લ, પ્રિન્સ રાઠોડ, વિવેક ચાવડા, યશ ગોહેલ, કાળુ ગઢવી, જય રાઠોડ, તુષાર ચારોલા, વિશાલ ગોહેલને પુરસ્કાર આપી નવાજવામાં આવ્યા હતા.


આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવને સફળ બનાવવા માટે આયોજકોની વિશાળ ટીમે સંકલનપૂર્વક કામગીરી કરી હતી. આયોજકો વિશાલ પટેલ, તરંગ રૂપાપરા, સંજયસિંહ ઝાલા, મોહિત વઘાસિયા, ગૌરવ પટેલ, હિરેન રોકડ, હિરેન પટેલ, ભાવેશ સોરઠીયા, વિરાજસિંહ ઝાલા, જીતેન જડિયા, ગૌતમ ગૌસ્વામી, જતીન મકવાણા, મયુર પાંભર, પારસ પાનસુરીયા, પાર્થ બગડા, નિકુલ પરમાર, ભાવેશ પાદરીયા, રાહુલ જાવિયા, જીગ્નેશ સરવૈયા, સંજય ગઢવી, રાહુલ લીંબાણી, મીત ડોબરીયા, હિમાંશુ મંગલપરા, પરેશ સોલંકી, રાજ પાગડા, હર્ષ ગુના, વિરાજ પટેલ અને રાજ લીંબાસીયા સહિતની ટીમ આયોજનની વિવિધ જવાબદારીઓમાં સક્રિય રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application