BREAKING NEWS

જેતપુરમાં મજૂરી આપવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી બે શખ્સોએ ઝૂંપડું સળગાવી દીધું.

  • September 28, 2026 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરના દેરડીધાર વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસેના ઝૂંપડામાં મજૂરીના પૈસા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને એક શખ્સે તેના ભાઈ સાથે મળીને ફરિયાદીનું ઝૂંપડું સળગાવી દીધાના બનાવની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.
​  શહેરના દેરડીધાર વિસ્તારમાં ઝૂંપડું બાંધીને રહેતા રમેશભાઈ ડામોર મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની બાજુના ઝૂંપડામાં રહેતા અંકુર રમેશભાઈ સોલંકી સાથે થોડા દિવસો પહેલા મજૂરીના પૈસા બાબતે ઝઘડો થયો હતો. આ બાબતની અદાવત રાખી શનિવાર સવારે જ્યારે રમેશભાઈ મજૂરીકામે ગયા હતા, ત્યારે અંકુરે ફોન કરીને મજૂરીના પૈસા બાબતે બોલાચાલી કરી હતી.
​બાદમાં સાંજના સમયે રમેશભાઈ ઘરે આવ્યા ત્યારે તેમનું ઝૂંપડું સળગી ગયેલું જોવા મળ્યું હતું અને આજુબાજુના અનાજ, કપડાં તેમજ પ્લાસ્ટિકના કેન અને અન્ય ઘરવખરીનો સામાન સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. આસપાસના પડોશીઓએ રમેશભાઈને જાણ કરી હતી કે બપોરના સમયે અંકુર અને તેનો ભાઈ હાથમાં પ્લાસ્ટિકનું કેન, છરી અને લોખંડના સળિયા લઈને આવ્યા હતા અને માટીનું તેલ છાંટી ઝૂંપડામાં આગ લગાડી દીધી હતી.
​         સ્થાનિકોએ આગ ઓલવવાનો પ્રયાસ કરતા આરોપીઓએ લાકડીઓ અને ધોકા વડે હુમલો કરવાની ધમકી આપી હતી અને કોઈ આગ ઓળવશે તો તેઓને જીવતા નહીં છોડીએ તેમ કહી ધમકી આપી હતી. આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૬(જી), ૨૯૯(બી), ૩૫૧(૨) તથા જી.પી. એક્ટ ૧૯૫૧ની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિતેશ સાવલિયા જેતપુર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application