મિલેટ્સ વાનગી સ્પર્ધાનું આયોજન કરી પોષણ સ્તરમાં સુધારો થયો હોય તેવા બાળકો અને તેઓના વાલીઓને સન્માનિત કરાયાં

જામનગર તા.09.ઓક્ટોબર, જામનગરના ટાઉનહોલ ખાતે પ્રાદેશિક કચેરી આઈ.સી.ડી.એસ. દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા તથા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારીયાના સંયુક્ત અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પોષણ જાગૃતિને લગતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. જેમાં ટેક હોમ રાશન તથા મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત જે બાળકોના પોષણ સ્તરમાં સુધારો થયો છે, તેવા બાળકો અને તેઓના વાલીઓનું સન્માન કરી તેમના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. અંતમાં, ઉપસ્થિત સૌ મહાનુભાવો અને નાગરિકોને પોષણ શપથ લેવડાવવામા આવ્યા હતા.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, મ્યુનિસિપલ કમિશ્નર ડી. એન. મોદી, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન ભાવનાબેન ભેંસદડિયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, ડેપ્યુટી કમિશ્નર ડી. એ. ઝાલા, પૂર્વ મેયર અને શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, રાજકોટ ઝોનના વિભાગીય નાયબ નિયામક પૂર્વીબેન પંચાલ તથા પ્રોગ્રામ ઓફિસર, સી.ડી.પી.ઓ. તેમજ બહોળી સંખ્યામાં મુખ્ય સેવિકાઓ વગેરે ઉપસ્થિતરહ્યા હતા.
