બાબરા યાર્ડ નજીક સ્પાની પાસેના ખુલ્લા પ્લોટમાંથી મળી આવી વાંધાજનક વસ્તુઓ
બાબરા યાર્ડ નજીક સ્પાની પાસેના ખુલ્લા પ્લોટમાંથી મળી આવી વાંધાજનક વસ્તુઓ
October 13, 2026 02:37 PM
બાબરામાં માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ એક સ્પામાં સ્પાના નામ ઉપર ગોરખધંધા ચાલી રહ્યાની અનેક અહેવાલ પ્રસિદ્ધિ થયેલ હોવા છતાં હાલ પોલીસ તત્રં સ્પાના સંચાલકોને છાવરી રહ્યા છે. આજુબાજુના દુકાનદારકો અને રહીશો પારવાર હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે સ્પા ની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં અનેક વાંધાજનક ચીજ વસ્તુઓ ખુલ્લ ેઆમ જોવા મળી છે ત્યારે આ ગોરખધંધા ચર્ચાનો વિષય બની ગયા છે. સંચાલક રાજકીય લાગવગ અને પીઠબળ ધરાવતા હોય સ્થાનિક પોલીસ પણ આવા સંચાલકોને છાવરી રહી છે. બાબરા શહેરમાં ખુલ્લ ેઆમ ધમધમતા આ ગોરખધંધા શું પોલીસને નહીં દેખાતા હોય?? શું આજુબાજુના રહીશો અને દુકાનદારો કોઈની પરેશાની તંત્રને ધ્યાને નહીં આવતી હોય? હાલ તો આ મુદ્દે બાબરાના એક સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ જનતા રેડ કરવાની તૈયારીઓ પણ દર્શાવવામાં આવી છે હાલ તો જોવાનું રહ્યું કે શહેરનું પોલીસ તત્રં કોના ઇશારે કોઈ કાર્યવાહી કરતી નથી?? શા માટે આ સંચાલકોને છાવરે છે.?? શહેરનું પોલીસ તત્રં અને કહેવાતા અમુક પોલીસ સ્ટાફના વ્યકિતઓ પોતાને કંઈક કંઈક સમજીને શહેરમાં થતી અનૈતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા છે અને જો આવા પોલીસ સ્ટાફના વ્યકિતઓને બાબરાથી ટ્રાન્સફર કરવામાં નહીં આવે તો બાબરા શહેરમાં અનેક અનૈતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી શકે તેમ છે.હાલ તો જોવાનું રહ્યું કે ગેરકાયદેસર રીતે ધમધમતા રાજકીય પીઠબળ ધરાવતા સંચાલકના સ્પામાં પોલીસ કોઈ નક્કર કાર્યવાહી કરે છે કે તેને પ્રોત્સાહન આપશે?