BREAKING NEWS

ગોંડલમાં કેબલ એસોસિએશનની બેઠકમાં હોદ્દેદારો રિપીટ કરાયા

  • June 13, 2026 04:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ ખાતે વોક એન ઇટ હોટલમાં કેબલ એસોસિએશનની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ગ્રાહકોના હિતને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ચર્ચા બાદ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિતના વિવિધ હોદ્દાઓ પર કાર્યરત હોદ્દેદારોને સર્વાનુમતે ફરીથી જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે અનિલભાઈ માધડ, ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ પંડા મહામંત્રી આશિષભાઈ વ્યાસ કારોબારી સદસ્ય રાજુભાઈ પરમાર સહિત હોદ્દેદારો પર વિશ્વાસ વ્યકત કરી સર્વસંમતિથી રિપીટ કરવામાં આવ્યા હતા.
બેઠકમાં રાજકોટથી ડેન કંપનીના આસિસ્ટન્ટ મેનેજર અમિતભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન પૂં પાડું હતું.બેઠક પૂર્ણ થયા બાદ પ્રમુખ અનિલભાઈ માધડ દ્રારા ઉપસ્થિત સભ્યો માટે હોટલમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સભ્યોએ સહભાગી બની બેઠકને સફળ બનાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application