જેતપુરમાં બધં લાયન્સ સ્કૂલ પાસેના દબાણો કરવા અરજી બાબતે હોદ્દેદારો વિવાદમાં આવ્યા
જેતપુરમાં બધં લાયન્સ સ્કૂલ પાસેના દબાણો કરવા અરજી બાબતે હોદ્દેદારો વિવાદમાં આવ્યા
May 16, 2026 11:48 AM
જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ ૨૮ વર્ષથી બધં અવસ્થામાં રહેલ લાયન્સ સ્કૂલની જમીન જાહેર હરાજી પેલા તેની બાઉન્ડ્રી બહાર બનેલ મકાનો સરકારી દબાણ હોય તે હટાવવા લાયન્સ કલબે અરજી કરતા નગરપાલિકા દ્રારા ૩૦ થી ૪૦ જેટલા મકાન ધારકોને માલિકી હક્ક રજૂ કરો નહીંતર દબાણ દૂર કરવાની નોટીસ આપતા ખાનગી કિંમતી જમીન માટે સરકારી તત્રં હાથો બન્યું કે પછી બીજું કઈં કારણ હોવા શહેરના જૂનાગઢ રોડ પર સાડા નવ વિઘામાં લાયન્સ કલબ (સોસાયટી) જેતપુર ટ્રસ્ટ દ્રારા પચાસેક વર્ષ પહેલાં લાયન્સ સ્કૂલ બનાવવામાં આવી હતી. તત્કાલીન સમયે સ્કૂલના ટ્રસ્ટીઓમાં જેતપુરના ધારાસભ્ય, નામી ડોકટર, તેમજ ટોચના ઉધોગપતિઓ હતા અને સ્કૂલ પણ ખૂબ સારી રીતે ચાલતી ત્યારબાદ વર્ષ ૧૯૯૮ની આસપાસ કોઈ કારણસર સ્કૂલ બધં થતાં આ સ્કૂલની ઇમારત કેન્દ્રીય વિધાલયને ભાડે આપવામાં આવી હતી. પરંતુ દસેક વર્ષથી કેન્દ્રીય વિધાલય પણ પેઢલા ગામે બની જતા આ સ્કૂલની ઇમારત ખંઢેર હાલતમાં ફેરવાઇ ગઈ છે. હમણાં લાયન્સ સ્કૂલ ફરી ચર્ચામાં આવી ગઈ છે પરંતુ સ્કૂલને કારણે નહિ પરંતુ તેની કિંમતી જમીનને કારણે હવેના લાયન્સના મેમ્બરો માટે આ જમીન લગડી સમાન બની ગઈ છે. જેથી જ તેના મેમ્બરો દ્રારા આ જમીન વેચવાની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ જમીન વેચવા માટે અડચણપ સ્કૂલની બાઉન્ડ્રી બહાર ૪૫ વર્ષથી દબાણપ સર્જાયેલ મકાનો તેમજ લાયન્સના જુના ટ્રસ્ટીઓ કે જેઓએ લાયન્સ એયુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશનના નામે સ્કૂલમાં ઉભેલ ઇમારત બનાવેલ હતી તે છે. ૩૦ માર્ચ૨૦૨૬ના રોજ લાયન્સ કલબ (સોસાયટી) જેતપુર ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ પરમારની સહીવાળી જેતપુર નગરપાલિકામાં એક અરજી કરવામાં આવતા નગરપાલિકા દ્રારા દબાણ બાબતે નોટિસ આપવામાં આવી છે. આમ,જૂનાગઢ રોડના પ્રાઈમ લોકેશન પર આવેલ લગડી જેવી