BREAKING NEWS

જામનગરના એસપી સહિતના અધિકારીઓ દ્વારા જુના બંદરે ફિશ લેન્ડીંગ પોઇન્ટની વિઝીટ

  • November 07, 2025 12:19 PM 



જામનગર જિલ્લાના સાગર કિનારાઓની સુરક્ષાને અનુલક્ષીને જામનગર જિલ્લાના પોલીસ વિભાગ ઉપરાંત ફિશરીશ વિભાગ અને જીએમબીના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા જામનગરના જુના બંદરે ફિશ લેન્ડીંગ પોઇન્ટની વિઝીટ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જોડાયા હતા અને અધિકારીઓ દ્વારા સુરક્ષાને લઇને ચર્ચા વિચારણા કરી હતી.


જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈની ઉપરાંત જામનગર શહેર વિભાગના ડી.વાય. એસ.પી. જે.એન. ઝાલા, એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એન. ચૌધરી, તેમજ બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓની ટિમ દ્વારા ગઈકાલે જામનગરના જુના બંદરે ફિશ લેન્ડીંગ પોઇન્ટની મુલાકાત લીધી હતી, અને બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
​​​​​​​

 સમગ્ર પોલીસ ઉચ્ચ અધિકારીઓની ટીમની સાથે ફિશરીશ વિભાગના અધિકારીઓ, તેમજ ગુજરાત મેરી ટાઈમ બોર્ડના અધિકારીઓની ટુકડી પણ જોડાઈ હતી, અને સુરક્ષા વ્યવસ્થા સંબંધે જરૂરી સમીક્ષા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application