BREAKING NEWS

જસદણમાં ઓઇલ મીલ માલિકને બે શખસોએ આંતરી છરીના ઘા ઝીંકયા

  • January 16, 2026 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જસદણમાં ચીતલીયા રોડ પર ઓઇલ મીલ ચલાવનાર યુવાનને ગરબી ચોક પાસે ગામના બે શખસોએ આંતરી તેમને છરીના ઘા ઝીંકી દેતા યુવાનને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાનના ભાઇને આોરોપી સાથે પતંગ ચગાવવા બાબતે માથાકૂટ થઇ હોય તેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.


જસદણ ચિતલીયા રોડ પર પટેલ વાડી વિસ્તારમાં રહેતા વિશાલ મનુભાઈ છાયાણી (ઉ.વ. 32) દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણમાં જ રહેતા સાવન મનસુખભાઈ હિરપરા અને લાલા કિશોરભાઈ માળવીયાના નામ આપ્યા છે. વિશાલભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને જસદણના ચિતલીયા રોડ પર યોગી ઓઇલ મીલ ચલાવે છે.


ઉતરાયણના દિવસે સવારે 11:30 વાગ્યા આસપાસ તેઓ પોતાની યોગી ઓઇલ મીલ ખાતે હતા. ત્યારે નાનાભાઈ વિરાજનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, 11 વાગ્યા આસપાસ જસદણ સિંદી ચોકમાં આવેલા શૈલેષ ભરવાડના શોપિંગ કન્સ્ટ્રકશન સાઈટ ઉપર તે તથા આકાશભાઈ ભુવા પતંગ ચગાવતા હતા. ત્યારે લાલા માવળીયાએ ત્યાં આવી પતંગ ચગાવવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી હતી.


બાદમાં બપોરના દોઢેક વાગ્યે આસપાસ જસદણના સાવન હિરપરાએ ફરીયાદીને ફોન કરી લાલા માળવીયા સાથે ફરિયાદીના ભાઈ વિરાજને થયેલી માથાકૂટ બાબતે પૂછવા લાગ્યો હતો અને જેમ તેમ બોલવા લાગી તું ક્યાં છો? તેવું પૂછવા લાગ્યો હતો જેથી વિશાલભાઈએ કહ્યું હતું કે, હું મારી ઓઇલ મિલે છું તેમ કહી ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ અડધો કલાક પછી ફરિયાદી તથા તેમના ભાઈ વિરાજ મોટરસાયકલ લઇ સરદાર ચોક થઈ ગામમાં જતા હતા ત્યારે ગરબી ચોકમાં પહોંચતા ત્યાં સાવન હિરપરા અને લાલો માવળીયા ઉભા હતા અને તેમણે તેમનું વાહન ઊભું રખાવ્યું હતું. બંને મોટરસાયકલમાંથી નીચે ઉતરો તે પહેલા છે લાલાએ વિશાલભાઈને પકડી સાવને તેની પાસે રહેલ છરી વડે ડાબા હાથના ખંભાનાભાગે છરીનો ઘા મારી દીધો હતો તથા એક ઘા વાસાનાભાગે માર્યો હતો. વિરાજ વચ્ચે પડતા તેમજ આજુબાજુ મણસો આવી જતા ફરિયાદીને વધુ મારામાંથી બચાવ્યા હતા.


બાદમાં ફરિયાદી વિશાલભાઇ છાયાણીને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આવ્યા હતા ત્યારબાદ તેમણે આ અંગે આ બંને શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જસદણ પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application