BREAKING NEWS

​05 અને 06 નવેમ્બરના રોજ ઓખા–ભાવનગર એક્સપ્રેસ દ્વારકા સ્ટેશનથી શરૂ થશે

  • November 05, 2025 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેલવે પ્રશાસન દ્વારા ઓખા સ્ટેશન પર રેલવે ફાટક નંબર 313 ના લિમિટેડ હાઈટ સબવે પર ગર્ડર લોન્ચિંગ  ના એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ  અને શોર્ટ ઓરિજિનેટ  કરવામાં આવશે. ​અસરગ્રસ્ત થનારી ટ્રેનોની વિગતો આ પ્રમાણે છે:

1) ​05 અને 06 નવેમ્બર, 2025 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ ઓખા સ્ટેશનને બદલે દ્વારકા સ્ટેશનથી જ શરૂ થશે. આ રીતે આ ટ્રેન ઓખા-દ્વારકા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2) ​તે જ રીતે, 04 અને 05 નવેમ્બર, 2025 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર–ઓખા એક્સપ્રેસ દ્વારકા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે. આ રીતે આ ટ્રેન દ્વારકા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

​વધારે જાણકારી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application