રાજકોટમાં આજે માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. શહેરના રેલનગર વિસ્તારમાં સાંજના ઘર પાસે રમી રહેલી ત્રણ વર્ષની બાળકીને આ જ વિસ્તારમાં રહેતા તેની દાદાની ઉંમરના 92 વર્ષના વૃદ્ધે બાળકીને પકડી બિભત્સ અડપલાં કયર્િ હતા. દરમિયાન બાળકીની માતા જોઈ જતા બાળકીને તુરંત પોતાની પાસે લઈ લીધી હતી અને બાદમાં આ બાબતે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે 92 વર્ષના આ વૃદ્ધ સામે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.પૌત્રીની વયની બાળકી સાથે નીચ હરકત કરનાર વિકૃત વૃધ્ધ પ્રત્યે ફીટકારની લાગણી વરસી જવા પામી હતી.
આ ધૃણાસ્પદ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા પરણીતાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આ જ વિસ્તારમાં રહેતા નવલશંકર કલ્યાણજીભાઈ દેસાઈ નામના 92 વર્ષના વૃદ્ધનું નામ આપ્યું છે.
પરિણીતાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના સમયે ફરિયાદી ઘરે પોતાના કામકાજમાં વ્યસ્ત હતા અને તેમની 3 વર્ષ 11 માસની દીકરી અહીં ઘર પાસે રમતી હતી. તે વખતે બાળકીની દાદાના ઉંમરના એવા આરોપી નવલશંકરે બાળકીને પોતાની પાસે બોલાવી બાદમાં બાળકીના ગુપ્તભાગે હાથ ફેરવી અડપલાં કરી જાતીય સતામણી કરી હતી. બાળકી સાથે વૃદ્ધ વિકૃત હરકત કરી રહ્યા હોય દરમિયાન બાળકીની માતા બહાર આવતા આ દ્રશ્ય જોઈ જતા તેઓ સમસમી ઉઠ્યા હતા અને તુરંત બાળકીને પોતાની સાથે લઈ ગયા હતા અને ત્યારબાદ તેમણે પરિવારને આ વાત કરતા પછી પોલીસ સ્ટેશનને પહોંચી આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી 92 વર્ષના વૃદ્ધ નવલશંકર કલ્યાણજી દેસાઈ વિરુદ્ધ પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે વધુ તપાસ પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એમ. ઝણકાંટ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech