BREAKING NEWS

એક તરફ ટ્રમ્પના સીઝ ફાયરના દાવા બીજી તરફ રશિયાના ડ્રોન ફાયર ચાલુ

  • October 12, 2026 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યેા હતો કે રશિયા અને યુક્રેન તાત્કાલિક અસરથી અમલમાં આવતા ઊર્જા યુદ્ધવિરામ પર સંમત થયા છે. તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકીએ ટ્રમ્પના દાવા પર આશ્ચર્ય વ્યકત કરતા કહ્યું, આ મારા માટે સંપૂર્ણપણે નવા સમાચાર છે.ઝેલેન્સકીએ એ પણ સ્પષ્ટ્રતા કરી કે જો રશિયા ખરેખર ઊર્જા સ્થાપનો પર હત્પમલા રોકવા તૈયાર છે, તો યુક્રેન તેનું સ્વાગત કરશે, પરંતુ અમેરિકાએ વિગતવાર માહિતી આપવી પડશે.
ઝેલેન્સકીએ વધુમાં જણાવ્યું હતું કે જો ટ્રમ્પે પુતિન સાથે આ અંગે ચર્ચા કરી છે, તો કૃપા કરીને અમને જણાવો કે યુદ્ધવિરામ કયારે શ થશે. અમે તૈયાર છીએ અને તેનો સ્વીકાર કરીશું.એક અલગ પોસ્ટમાં, યુક્રેનિયન રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે તેમણે ટ્રમ્પ દ્રારા જાહેર કરાયેલા ઊર્જા યુદ્ધવિરામ અંગે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની, નાટો સેક્રેટરી જનરલ માર્ક ટ અને ફિનિશ રાષ્ટ્ર્રપતિ એલેકસ સ્ટબ સાથે વાત કરી હતી.
ઝેલેન્સકીએ લખ્યું, યુક્રેન આ યુદ્ધવિરામને સમર્થન આપે છે, અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે રશિયા પણ તેનું પાલન કરે. હાલમાં, અમે યુએસ તરફથી વિગતવાર માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. યુક્રેન તણાવ ઓછો કરવા, નાગરિકોનું રક્ષણ કરવા અને યુદ્ધનો અતં લાવીને કાયમી શાંતિ સ્થાપિત કરવા માટે તમામ જરી પગલાંને સંપૂર્ણ સમર્થન આપે છે.
ટ્રમ્પના ઊર્જા યુદ્ધવિરામના દાવાના થોડા કલાકો પછી, ઝેલેન્સકીએ ખુલાસો કર્યેા કે રશિયાએ કિવ અને ખાર્કિવ પ્રદેશોમાં ઘણા પાવર પ્લાન્ટ પર મોટા પાયે શાહિદ ડ્રોન હત્પમલા કર્યા છે. હત્પમલાઓ પર કડક વલણ અપનાવતા, ઝેલેન્સકીએ સીધા યુએસ રાષ્ટ્ર્રપતિ પર નિશાન સાધ્યું, અને કહ્યું કે આ હત્પમલાઓ ટ્રમ્પે જાહેરમાં યુદ્ધવિરામ અમલમાં મૂકયા તે જ ક્ષણે થયા હતા.નોંધનીય છે કે, ટ્રમ્પનું આ નિવેદન ઝેલેન્સકીના ઇન્ટરવ્યુ પછી આવ્યું છે, જેમાં તેમણે અમેરિકન રાષ્ટ્ર્રપતિને રશિયન રાષ્ટ્ર્રપતિ પુતિન સાથે વાત કરવાની અપીલ કરી હતી.ઝેલેન્સકીએ કહ્યું હતું કે, કૃપા કરીને પુતિનને કહો કે અમને ૬૦ દિવસ માટે સંપૂર્ણ યુદ્ધવિરામ આપે જેથી અમે દેશમાં ચૂંટણીઓ યોજી શકીએ. જોકે, શાંતિ કરારની ચર્ચા વચ્ચે રશિયા દ્રારા આ સતત હત્પમલાઓએ ટ્રમ્પના દાવાઓને નકારી કાઢા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application