રાજકોટ લોકમેળામાં આઇસક્રીમના ૧૭ પ્લોટ માટેની હરાજી આજરોજ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજની હરાજીમાં તંત્રને રૂ. ૧ કરોડ ૮ લાખ ૮૫ હજારની રેકર્ડ બ્રેક આવક નોંધાઈ છે. તેમજ સૌથી ઊંચી કિંમતનો એક પ્લોટ રૂપિયા ૭.૫૦ની કિંમતે વેચાયો હતો. આજની હરાજી દરમિયાન વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટમાં આયોજિત જન્માષ્ટમી લોકમેળામાં આજરોજ તમામ પ્રકારની હરાજી પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે અંતિમ હરાજીમાં આજે કેટેગરી એક્સ એટલે કે આઇસક્રીમ માટેના પ્લોટની હરાજી યોજવામાં આવી હતી. લોકમેળામાં આઇસક્રીમના કુલ પ્લોટ ૧૭ ફાળવવામાં આવ્યા છે, જેની બેઇઝ પ્રાઈઝ રૂ. ૪,૬૦,૦૦૦ નક્કી કરવામાં આવી છે. જેમાં પ્લોટ ૧. ૬,૩૦,૦૦૦ પ્લોટ ૨. ,૬,૫૦,૦૦૦ પ્લોટ ૩. ૬,૩૦,૦૦૦ પ્લોટ ૪. ૬,૯૦,૦૦૦ પ્લોટ ૫. ૬,૨૦,૦૦૦ પ્લોટ ૬. ૭,૩૦,૦૦૦, પ્લોટ ૭. ૭,૩૦,૦૦૦, પ્લોટ ૮. ૭,૫૦,૦૦૦, પ્લોટ ૯. ૭,૧૦,૦૦૦, પ્લોટ ૧૦. ૫,૬૦,૦૦૦, પ્લોટ ૧૧. ૫,૦૦,૦૦૦, પ્લોટ ૧૨. ૭,૦૦,૦૦૦, પ્લોટ ૧૩. ૭,૨૦,૦૦૦, પ્લોટ ૧૪. ૭,૨૦,૦૦૦, પ્લોટ ૧૫. ૬,૦૦,૦૦૦, પ્લોટ ૧૬. ૪,૮૦,૦૦૦, પ્લોટ ૧૭. ૪,૬૫,૦૦૦માં ગયા હતા. આઇસક્રીમની હરાજી દરમિયાન વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ વહીવટી તંત્રે પણ રેકર્ડ બ્રેક આવક કરવામાં સફળતા મેળવી છે. આજની હરાજીમાં અધિકારીઓમાં અજય ઝાંપડા, નિલેશ અજમેરા, યોગીરાજસિંહ ગોહિલ, વસીમ રિઝવી, ધવલ પરમાર સહિતના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.