ભાણવડ જામનગર હાઇવે પર ચાર પાટીયા પાસે ભાણવડ પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં પૂરપાટ દોરથી સ્કોર્પિયો ગાડીને અટકાવી તલાસ લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ તેમજ ચપટા અને સ્કોર્પિયો ગાડી મળી કુલ રૂ.૨.૩૦ લાખના મુદા માલ સાથે એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે.
બનાવની વિગત મુજબ સુત્રોમાંથી માહિતી મુજબ થર્ટી ફર્સ્ટ આવી રહી છે ત્યારે બુટલેગરો દ્વારા કરાતી દારૂની હેરાફેરી સામે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ વડા દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે ત્યારે ભાણવડ પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મોડપર ગામથી દારૂ ભરેલ કાળા કલરની સ્કોપિયો ગાડી ચાર પાટીયા તરફ આવી રહી હોવાની બાતમી મળતા પોલીસે ચાર પાટીયા પાસે સખત પેટ્રાલિંગ હાથ ધરી હતી.
દરમ્યાન કાળા કલરની સ્કોર્પિયો ગાડી પૂરપાટ ઝડપે શંકાસ્પાદ હાલતમાં જઇ રહી હોય તેથી પોલીસે ગાડીને અટકાવી તલાસ લેતા જેમાં વિદેશી દારૂ તેમજ ચપટા સહિત ૮૩ બોટલ મળી હતી પોલીસે દારૂ તેમજ સ્કોપયિો ગાડી મળી રૂ.૨.૩૦ લાખના મુદામાલ સાથે મુળ એમ.પીના અને હાલ ભાણવડના મોટા કાલાવડ ખાતે રહેતા અજય ભીલુસિંહ સાપલીયા આદીવાસીની ધરકપડ કરી છે આ કાર્યવાહીમાં મહિલા પી.એસ.આઇ બી.કે.કડછા, તેમજ પી.એમ. ગોરફાડ, સ્ટાફના ગીરીશભાઇ ગોજીયા, વેજાણંદ બેરા,વિપુલ મોરી, કિશોરસિંહ જાડેજા, જીતુ જામ, અજય ભારવાડીયા તેમજ મીનાબેન નંદાણીયા જોડાયેલા હતા.