BREAKING NEWS

જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખનો એક નંબર હેક

  • January 24, 2026 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાયબર ક્રાઇમ હદ બહાર વધી રહ્યું છે. આજે પણ ડીજીટલ એરેસ્ટ અને મોબાઇલ નંબર હેક કરવાના ગુના અવિરત આચરાઇ રહ્યા છે ત્યારે જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હીંડોચાનો એક નંબર હેક થયો છે. એમના દ્રારા બીજા નંબર મારફત લોકોને જાણ કરવામાં આવી છે. ખાસ કરીને હેક થયેલા નંબર પરથી આવતી કોઇપણ લીંક નહીં ખોલવા લોકોને સાવધ કરવામાં આવ્યા છે. 


હસમુખભાઇ હીંડોચાનો મોબાઇલ નંબર ૭૦૧૬૯૩૧૭૬૮ આજે વહેલી સવારે હેક થયો હોવાનું જાણવા મળ્યું હતું. આજકાલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, મુંબઇથી જામનગર આવતી વખતે વહેલી સવારે ૬ વાગ્યા બાદ નંબર હેક થયો હતો અને એમને જાણ થતાં તુરંત તેમણે પોતાનો એ નંબરનો મોબાઇલ સ્વીચ ઓફ કરીને રાખી દીધો હતો. 


નંબર હેક થયો હોવાથી સ્વાભાવિક રીતે દૂરપયોગ થવાની પૂરેપૂરી ભીતિ રહે છે. આથી કોઇ વ્યકિત ભોગ ન બની જાય તે હેતુ સાથે હસમુખભાઇ હીંડોચાએ પોતાના બીજા નંબર પરથી લોકોને માહીતગાર કરી દીધા છે અને હેક થયેલા નંબર ૭૦૧૬૯૩૧૭૬૮ પરથી વોટસએપ પર કોઇપણ પ્રકારની લીંક આવે તો નહીં ખોલવા સાવચેત કર્યા છે. 

​​​​​​​
સામાન્ય રીતે જયારે પણ કોઇનો મોબાઇલ નંબર હેક થાય છે ત્યારે હેકર્સ દ્રારા એ નંબરનો દુરપયોગ કરીને આર્થિક રીતે છેતરપીંડી આચરવા મહતમ ઉપયોગ થતો હોય છે અને નીતનવા પ્રકારની લીંક મોકલવામાં આવતી હોય છે. આ બાબત જાણીતી છે. આમ છતાં લોકો સાવધાની રાખે તે જરૂરી છે.


મુંબઇથી જામનગર આવી રહેલા હસમુખભાઇ હીંડોચા અહીં પહોંચ્યા બાદ સાયબર ક્રાઇમ વિભાગનો સંપર્ક કરીને વિધિવત કાર્યવાહી હાથ ધરશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application