BREAKING NEWS

જામનગર : ધ્રોલના હાડાટોડા સીમમાં શરાબની ૧૩૧૪ બોટલો સાથે એક ઝડપાયો

  • December 10, 2025 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ધ્રોલના હાડાટોડા સીમમાં આવેલી ઓરડીએ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી દારૂની નાની-મોટી ૧૩૧૪ બોટલ મળી કુલ ૪.૩૭ લાખના મુદામાલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો, જેમાં રાજસ્થાની શખ્સનું નામ ખુલ્યુ હતું. 


એસપી. રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક પ્રતિભાએ પ્રોહીબીશનના કેશો શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ કાંટલીયા, પીએસઆઇ મોરી અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફના ક્રિપાલસિંહ, સુમિતભાઇ અને ભયપાલસિંહને મળેલ હકીકત આધારે ધ્રોલ તાલકુાના હાડાટોડા ગામની સીમમાં આરોપી જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની વાડીની ઓરડીમાં દારૂ રાખ્યો છે, આથી રેઇડ પાડીને ઇંગ્લીશ દારૂની નાની-મોટી ૧૩૧૪ બોટલ કિ. ૪.૩૨.૬૦૦ અને એક મોબાઇલ કબ્જે કર્યો હતો.


જયપાલસિંહ જાડેજા હાડાટોડા ગામ અને હાલ ધ્રોલની આશાપુરા સોસાયટીવાળાને પકડી પુછપરછ કરતા દારૂનો જથ્થો પોતે જગદીશભાઇ રહે. રાજસ્થાનવાળા પાસેથી લઇ આવ્યાનું જણાવ્યુ હતું આથી આ શખ્સને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. 


અન્ય દરોડામાં જામનગરના હીરજી મિસ્ત્રી રોડ, જે.જે. ટાવર સામે રહેતા રાજેશ નરશી ચુડાસમાને ઇંગ્લીશ દારૂની એક બોટલ લઇને નીકળતા ૬૪ દી.પ્લોટ રોડ પરથી પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application