૫૦ ચપલા અને બે બોટલ સાથે રૂા. ૨૬,૬૫૦ નો મુદામાલ ઝબ્બે
દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પોલીસની તપાસ દરમ્યાન રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી, ભાણવડ સર્વેલન્સ સ્કવોડ દ્વારા કુલ રૂા. ૨૬,૬૫૦નો મુદામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે.
દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય દ્વારા દારૂ-જુગારની અસરકારક કામગીરી કરવા સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.બી.રાજવીની સુચનાથી ભાણવડના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન એએસઆઇ ગીરીશભાઇ ગોજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ વેજાણંદભાઇ બેરાના સંયુકતમાં મળેલી ખાનગી રાહે હકીકતના આધારે ભાણવડ ટાઉનમાં શ્રીજીનગર સોસાયટીમાં રહેતો અમરજીત ચંદ્રીકા પ્રસાદપાલના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં રેઇડ કરતા ગેરકાયદેસર રીતે કોઇપણ આધાર-પુરાવા કે પરમીટ વગર ભારતીય બનાવટી ઇંગ્લીશ દારૂના ૫૦ ચપલા કિં. રૂા. ૧૫૭૫૦ તેમજ બે મોટી બોટલ કિ. રૂા.૨૯૦૦ અને એક ઓપો કંપનીનો મોબાઇલ કિ. રૂા. ૮ હજાર મળી કુલ ૨૬૬૫૦ના મુદામાલ સાથે મજકુર આરોપી મળી આવતાં ગુનાના કામે અટક કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application