BREAKING NEWS

શાપરમાં મકાનમાંથી રૂ.૧ લાખના દારૂ સાથે એક ઝડપાયો: એકનું નામ ખુલ્યું

  • October 08, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપર વેરાવળમાં રહેણાંક મકાનમાંથી એક લાખથી વધુ કિંમતના દેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક શખસની ધરપકડ કરી હતી. જયારે દેશી દારૂનો જથ્થો સાચવવા આપી ગયેલા શખસનું નામ ખુલતા શાપર પોલીસ દ્વારા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


દરોડા અંગે જાણવા મળતી વિગતો મુજબ, અનુસાર શાપર વેરાવળ પોલીસ મથકમાં પીઆઈ આર.બી.રાણાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ ખાટરીયા, જગશીભાઈ ઝાલા, કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા અલ્પેશભાઈ ડામસીયા, વિમલભાઇ વેકરીયા તથા એલઆરડી મનસુખભાઇ ચૌહાણ, દીવ્યેશભાઈ શામળા પોલીસ મથકે હાજર હતા. દરમિયાન બાતમી મળી હતી કે, શાપરના ભીમનગર શેરી નં -૩ ખાતે રહેતા બાબુ વરસિંગભાઇ પરમારએ પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો છે. જેથી દરોડો પાડતા બાબુ વરસિંગભાઇ પરમાર હાજરમાં મળી આવ્યો હતો. બાદમાં તેના મકાનના રૂમમાં સફેદ કલરના 13 મોટા બાચકાઓમાંથી કુલ ૫૨૦ લિટર દેશી દારૂ જેની કિંમત રૂ. ૧,૦૪,૦૦૦ કબ્જે કરી બાબુ પરમારની અટકાયત કરી હતી.


આરોપીની પૂછપરછ કરતા દારૂનો જથ્થો પાડોશમાં રહેતો તુષાર મનુભાઈ સોલંકી સાચવવા માટે મુકી ગયેલ છે તેવી કબૂલાત આપી હતી. જેથી શાપર પોલીસની ટીમે પ્રોહીબીશન એક્ટની કલમ હેઠળ બંને શખસો વિરુદ્ધ ગુનો નોંધી તુષાર સોલંકીની શોધખોળ શરૂ કરી હતી.


જ્યારે દેશી દારૂના અન્ય એક દરોડામાં કોટડા સાંગાણી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એમ.એચ.યાદવના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે વાછપરી નદીના કાંઠે દેશીદારૂની ભઠ્ઠી પર દરોડો પાડી રૂ. 5 હજારની કિંમતનો 25 લીટર દેશી દારૂ, રૂ.1.40 લાખની કિંમતનો આથો, ગેસનો બાટલો મળી કુલ રૂ. 1,46,950 ના મુદ્દામાલ સાથે અનિલ રમેશભાઈ શેખલીયા (ઉવ 34 રહે. ખોડીયાર માતાજીના મંદિર પાસે, ભાડવા રોડ, કોટડાસાંગાણી,રાજકોટ)ની ધરપકડ કરી હતી. જ્યારે વધુ એક શખ્સ કુલદીપ વલ્લભભાઈ દુધરેજીયા (રહે કોટડા સાંગાણી મફતિયાપરા,રાજકોટ)નું નામ ખોલતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application