BREAKING NEWS

બંગાળની ખાડીમાં એક વાવાઝોડું નબળું પડ્યું ત્યાં બીજું પ્રબળ બન્યું

  • November 28, 2025 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બંગાળની ખાડીમાં ઉપરા છાપરી બે દિવસ સતત બબ્બે નવા લો પ્રેસર ઊભા થયા પછી બંને ચક્રાવાતમાં પરિવર્તિત થયા છે. પ્રથમ લો પ્રેસરની અસરના ભાગરૂપે બંગાળની ખાડીમાં સેનયાર નામનું વાવાઝોડું ઊભું થયું હતું પરંતુ તે હવે નબળું પડી ગયું છે. જોકે બંગાળની ખાડીમાં સતત બીજા દિવસે ઉદભવેલા લો પ્રેશરની અસર નીચે નવું દિતવાહ નામનું વાવાઝોડું સર્જાયું હોવાની સત્તાવાર જાહેરાત ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે.

નવું વાવાઝોડું દિતવાહ શ્રીલંકાના દરિયા નજીક બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ દિશામાં ઊભું થયું છે અને તે નોર્થ વેસ્ટ દિશામાં મુવમેન્ટ કરે છે. છેલ્લી ૬ કલાકમાં તેની ઝડપ પ્રતિ કલાકના 10 કીલોમીટર આસપાસ રહેવા પામી છે. આ વાવાઝોડું અત્યારે શ્રીલંકાના દરિયા કાંઠાથી નજીક છે પરંતુ ચેન્નઈ થી ૫૬૦ કિલોમીટર અને પુડીચેરીથી 460 કીલોમીટર દૂર છે. આ વાવાઝોડું ભારતના દરિયા કાંઠાથી દૂર છે પરંતુ આમ છતાં આંધ્રપ્રદેશ કર્ણાટક તામિલનાડુ અને પુડીચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડું તારીખ 30 આસપાસ શ્રીલંકાના દરિયા નજીક નબળું પડે તેવી શક્યતા નિહાળવામાં આવે છે.

ઉત્તરના રાજ્યોમાં ભારે ઠંડી પડી રહી છે અને દક્ષિણના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જો કે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ સતત નીચું આવી રહ્યું છે અને ગરમી વધી રહી છે. આજે રાજકોટમાં 18 નલિયામાં 13.6 ભુજમાં 16 અમરેલીમાં 19.2 ભાવનગરમાં 21 દ્વારકામાં 19.7 કંડલામાં 18.6 ઓખામાં 22.2 પોરબંદરમાં 19.3 વેરાવળમાં 21.9 અમદાવાદમાં 21.1 વડોદરામાં 21.2 ડીસામાં 20.3 ગાંધીનગરમાં 20.8 સુરતમાં 22 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.

ગઈકાલે રાજકોટ પોરબંદર વડોદરા સુરતમાં મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી આસપાસ રહ્યું હતું. સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 34.4 પોરબંદરમાં ૩૨ રાજકોટમાં 33.1 અને વડોદરામાં 33 ડિગ્રી નોંધાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application