બાબરાના ફુલઝર ગામે ગત રાત્રે જૂથ અથડામણમાં એકનું મોત થયું હતું. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના બાબતે બબાલ થઈ હતી. બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે અલગ અલગ જ્ઞાતિના જૂથ બાખડી પડ્યા હતા. જૂથ અથડામણમાં 9થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તો ગોંડલ અને બાબરા અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. SP સંજય ખરાત અને DySP ચિરાગ દેસાઈ સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા ફુલઝર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. બંને જૂથો વચ્ચેની સામ સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
મળતી માહિતી મુજબ, બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે અલગ અલગ જ્ઞાતિના શખસો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એકનું મોત થયું હતું. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે તમામ ઈજાગ્રસ્તોને ગોંડલ અને બાબરાની અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્થિતિ ઉપર કંટ્રોલ મેળવ્યો
જૂથ અથડામણની ઘટનાને પગલે SP સંજય ખરાત, DYSP ચિરાગ દેસાઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફુલઝર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. જોકે, હાલ પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્થિતિ ઉપર કંટ્રોલ મેળવ્યો છે.
બે જ્ઞાતિ વચ્ચે મારામારી
પોલીસના જણાવ્યા અનુસાર, બે જ્ઞાતિ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતી. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે આ મારામારી થયાની માહિતી મળી હતી. પોલીસ તપાસ ચાલી રહી છે.