BREAKING NEWS

મુંબઈ જવા વધુ એક વીકલી સ્પે. ટ્રેન પાંચ મંગળવાર સુધી મળશે

  • January 24, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે તા. ૨૬થી પાંચ સોમવાર સુધી વેરાવળ - બાંદ્રા સ્પેશિયલ ટ્રેન જાહેર કરવામાં આવ્યા બાદ મુંબઈ જવા માટેની વધુ એક સ્પેશિયલ ટ્રેન ઓખા અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ટ્રેન નં. 09562/ 09561 ઓખા- બાંદ્રા ટર્મિનસ- ઓખા સાપ્તાહિક સ્પેશિયલના જવા આવવાના 10 ફેરા થશે.

તેમાં ટ્રેન સંખ્યા 09562 ઓખા- બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04:20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન મંગળવાર 27 જાન્યુઆરીથી મંગળવાર 24 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.

તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન સંખ્યા 09561 બાંદ્રા ટર્મિનસ- ઓખા સ્પેશિયલ દર બુધવારે બાંદ્રા ટર્મિનસથી 05:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22:50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન બુધવાર 28 જાન્યુઆરીથી બુધવાર 25 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

ટ્રેન સંખ્યા 09561 અને 09562નું બુકિંગ શરૂ થઈ ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application