BREAKING NEWS

ઝડપાયેલા ત્રણ આતંકવાદીમાંથી એક ડોક્ટર, ગુજરાત ATSએ 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ કબ્જે કર્યું

  • November 09, 2025 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગરના અડાલજ પાસેથી ત્રણ આતંકવાદીને ઝડપી પાડ્યા છે. આ ત્રણમાંથી એક તો ડોક્ટર છે. ગુજરાત એટીએસએ આ ત્રણેય આતંકવાદી પાસેથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ કબ્જે કર્યું છે.  

ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓઓ યુપીથી ગુજરાત આવ્યા હતા. તેઓના કબજામાંથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યું છે. ત્રણેયની ઉંમર 25 વર્ષ આસપાસની છે.


ઝડપાયેલા આતંકીઓના નામ

ડો. અહેમદ મોહીદ્દીન અબ્દુલ કાદર ઝીલાની

મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન

આઝાદ સુલેમાન સૈફી


3માંથી એક ડો. અહેમદ ઝીલાની વ્યવસાયે ડોકટર

ગુજરાત ATS દ્વારા જે ત્રણ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે તે પૈકીનો એક ડો. અહેમદ સૈયદ ઝીલાની વ્યવસાયે ડોકટર હોવાનું સામે આવ્યું છે. ડો. અહેમદે ચીનમાં MBBS કર્યું હતું. ડો. અહેમદ પોતે હૈદ્રાબાદનો જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને યુપીના રહેવાસી છે.​​​​​​​


ડો. સૈયદ અહેમદે ચીનમાં તબીબી અભ્યાસ કર્યો, વિદેશી સાથે સંપર્કમાં

ડો. સૈયદ અહેમદના ફોનમાં ઘણી માહિતીઓ હતી. સૈયદ 35 વર્ષનો છે. ચાઇનાથી અભ્યાસ કરેલો છે. ભારતમાં મોટી આતંકી ઘટનાનો અંજામ આપવાનો હતો. ઘણા વિદેશીઓ સાથે સંપર્કમાં હતો. અબુ ખદીજા સાથે ટેલિગ્રામથી સંપર્કમાં હતો. જે અફઘાનિસ્તાનના ISKP સાથે જોડાયેલો હોવાનું તે માને છે.



ISIS નેટવર્ક સાથે જોડાયેલા બે અલગ અલગ મોડ્યુલ

ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય આરોપીઓ બે અલગ અલગ ISIS સાથે જોડાયેલા મોડ્યુલ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. તેઓ શસ્ત્રોની આપ-લે કરવા માટે ગુજરાત આવ્યા હતા

સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓ મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા. તેઓ શસ્ત્રોની આપ-લે કરવા માટે ગુજરાત આવ્યા હતા. તેમની ધરપકડ કર્યા પછી, ATS એ શસ્ત્રો પણ જપ્ત કર્યા. ધરપકડ કરાયેલા આતંકવાદીઓનો હેતુ ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં શસ્ત્રો પહોંચાડવાનો હતો. એટીએસનો દાવો છે કે તેમની ધરપકડથી એક મોટા આતંકવાદી હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News