તાજેતરમાં શહેર એસઓજીની ટીમે બી-ગ્રેડ ઇંધણનો મોટો જથ્થો ઝડપી લીધા બાદ એલસીબી ઝોન-૧ની ટીમે કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે કૈલાશ પેટ્રોલ પંપ ખાતે આવેલા ગોડાઉનમાં દરોડો પાડી અહીંથી રૂપિયા ૮૫ હજારની કિંમતનો 1,000 લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે રૂપિયા 92,200 નો મુદ્દામાલ કબજે કરી જગ્યાની માલિકી ધરાવનાર ગેલા અરજણભાઈ ગમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.જાણવા મળતી વિગતો મુજબ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ દ્વારા શહેરમાં બાયોડીઝલના વેચાણ- હેરફેર તથા સંગ્રહ કરનાર શખસોને શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ એલસીબી ઝોન-૧ ના પીએસઆઇ એમ.કે. મોવલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ ગઢવી, કોન્સ્ટેબલ નિખીલભાઈ પીરોજીયા અને રવિરાજભાઈ પટગીરને બાતમી મળી હતી કે, કુવાડવા રોડ પર સાત હનુમાન સામે આવેલા કૈલાસ પેટ્રોલ પંપ ખાતે આવેલા ગોડાઉનમાં ગેરકાયદે જવલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી (બાયોડીઝલ) નો જથ્થો છુપાવી રાખ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે અહીં દરોડો પાડ્યો હતો ..પોલીસે અહીં ગોડાઉનમાં તપાસ કરતા અંદરથી 200- 200 લીટરના બ્લુ કલરના પ્લાસ્ટિકના પાંચ બેરલ જેમાં રૂપિયા ૮૫ હજારની કિંમતનો 1,000 લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો તેમજ ઈલેક્ટ્રીક મોટર મળી કુલ રૂપિયા 92,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ ગોડાઉન સરદાર પટેલ કોલોની ડી માર્ટ સામે કુવાડવા રોડ પર રહેતા ગેલાભાઈ અરજણભાઈ ગમારા(ઉ.વ.૭૦) નું હોવાનું માલુમ પડ્યું છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી આ અંગે વધુ તપાસ કુવાડવા રોડ પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application