વાંકાનેર પંથકમાં ભારે પવન સાથે એકથી દોઢ ઈંચ વરસાદ

  • May 13, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વાંકાનેરા તાલુકાના વાલાસણ-પીપળીયારાજ વચ્ચે ગઈ કાલે વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાવાના કારણે આ બે ગામ વચ્ચે એક વીજ પોલ ધરાશાયી થઈને રોડ વચ્ચે પડતા રોડ બંધ થઈ ગયો હતો, જેના કારણે મીતાણા વાંકાનેર વચ્ચેની અવર જવર અટકી ગઈ હતી. તઙ્ખા સાંજના સમયે લગભગ સમગ્ર વાંકાનેે પંથકમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો જે જોતજોતામાં જ પવનની ગતિ ખૂબ વધી ગઈ અને વરસાદ પણ વધતા ઓછા પ્રમાણમાં સમગ્ર પંથકમાં એકથી દોઢ ઇંચ પડિયાના વાવડ છે.
આ અંગેની વાલાસણ માજી સરપંચ ઇસ્માઇલભાઈ કડીવાર અને પીપળીયારાજના સ્થાનિક લોકોને જાણ થતા ત્યાં પહોંચી થાંભલાને ખસેડી રોડ પરની અડચણ દૂર કરી હતી અને વાહનોની અવરજવર શક્ય બની હતી. વાંકાનેરમાં ગઈ કાલે સાંજે 6 થી 8 દરમિયાન વાંકાનેરમાં બે કલાકમાં 29 મીમી વરસાદ નોંધાયો હતો.
વરસાદ પવન સાથે આવતા જ વીજળી ગુલ થઈ ગઈ હતી, તાલુકાના ઘણા બધા ગામડાઓમાં મોલે સુધી વીજળી આવી નહોતી, જેમાં ખાસ કરીને વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની બાજુમાં ગામની પહેલા ઈલેક્ટ્રીક થાંભલો રોડ પર પડી જતા રસ્તો બંધ થઈ ગયો હતો તેમને ત્યાંથી હટાવી રસ્તો ચાલુ કર્યો હતો.
વરસાદ સાથે ભારે પવન હોવાના કારણે ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રીક થાંભલા અને વૃક્ષો ધરાશે થયા છે. જેમને કારણે કેટલાક વિસ્તારમાં લાઈટ બંધ છે અને ઙ્કીજીવીસીએલનો સ્ટાફ ચાલુ કરવા માટે કામે લાગી ગયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application