જામનગરમા ૫૬ બોટલ દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

  • March 28, 2024 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સપ્લાયરનું નામ ખૂલ્યું


જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પોલીસે એક મકાન ઉપર દરોડો પાડીને ૫૬  નંગ દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે. અને આરોપીની ધરપકડ કરી છે. જ્યારે દારૂ સપ્લાયર ને ફરારી જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી  છે.


જામનગરના ગોકુલ નગર,  શેરી નંબર -૪ માં રહેતા કેયુર ગીરીશભાઈ ડોબરીયા ના મકાનમાં દારૂ ઉતારવામાં આવ્યો હોવા ની અને તેનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી ના આધારે પોલીસે ગઈકાલે દરોડો પડ્યો હતો. આ સમયે તેના મકાન માથી રૂ.  ૨૮, ૦૦૦  ની કિંમતની ૫૬ નંગ દારૂ  ની બોટલ નો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે દારૂ કબ્જે કરી આરોપી કેયુર ડોબરિયા ની ધરપકડ કરી હતી. આરોપી ની પૂછપરછ માં દારૂ નો  જથ્થો બીપીન  ઉર્ફે લાકડી કારાભાઈ મછડીયા એ  સપ્લાય કર્યો હોવા નું ખુલવા પામતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી  તેની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application