BREAKING NEWS

જામનગર : રાતે પાણીએ ખેડુતને રોવડાવતી ડુંગળી:હાપા યાર્ડમાં કિલોના રૂ .૧.૫

  • November 15, 2025 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માવઠાની માર ખેડુતોને પડયા બાદ ખાસ કરીને ડુંગળીનું વાતેર કરેલ ખેડુતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે સૌરાષ્ટ્રમાં પાન, માવો, મસાલાના રૂ.૨૦ થઇ ગયા છે ત્યારે ખેડુતે મહામેહનતથી વાવેલી ડુંગળીનો ભાવ સાવ તળીએ પહોંચી ગયો છે. હાપા યાર્ડમાં મણના રૂ.૩૦ થી રૂ.૧૮૫ બોલાયા હતા શિયાળામાં ડુંગળી અને લસણ સ્વાસ્થ્ય માટે ખુબ જ આરોગ્યનું કામ કરે છે. મહતમ સબ્જીઓમાં ડુંગળી અને લસણનો સમાવેશ થતો હોય છે. સ્વાસ્થ્ય માટે આટલી અગત્યની ડુંગળી હોવા છતાં ફકત ૧.૫ રૂપિયા કિલો વેંચાઇ ત્યારે ખેડુતોની આ કેવી અવદશા.


હાપા યાર્ડમાં ગત મંગળવારે ૨૮૦૦૦ મણ મગફળીની આવક નોંધાઇ હતી ત્યારબાદ ૨ દિવસના વિરામ બાદ આજે શુક્રવારે ૩૬૭૫૦ મણ મગફળીની આવક થવા પામી છે. જે ૧૬૪ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી તે પૈકીની ૬૭૯૭ ગુણીનું વેંચાણ થવા પામ્યુ હતું.


હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૪૦૦ થી ૪૯૦, ઘઉં ૪૭૦ થી ૫૮૨, મગ ૧૦૦૦ થી ૧૧૦૫, અળદ ૯૦૦ થી ૧૨૪૫, તુવેર ૨૦૦ થી ૩૩૦, ચોળી ૨૦૦ થી ૪૦૦, ચણા ૯૫૦ થી ૧૧૧૭, ચણા સફેદ ૧૧૦૦ થી ૧૬૦૦, મગફળી જીણી ૯૦૦ થી ૧૨૨૦, મગફળી જાડી ૮૦૦ થી ૧૧૭૦, મગફળી ૬૬ નં. ૯૦૦ થી ૧૩૧૦, મગફળી ૯ નંબર ૧૦૦૦ થી ૧૭૫૦, તલી ૨૦૭૦ થી ૨૨૬૦,  તલ કાળા ૪૦૦૦ થી ૪૪૦૦, લસણ ૫૬૫ થી ૧૧૯૫, કપાસ ૧૧૦૦ થી ૧૫૨૫, જીરૂ ૩૦૦૦ થી ૪૦૦૦, અજમો ૧૨૦૦ થી ૩૨૫૫, અજમાની ભૂસી ૫૫ થી ૧૬૭૦, ધાણા ૧૦૨૫ થી ૧૫૫૦, મરચાં ૪૦૦ થી ૧૧૦૦, ડુંગળી સુકી ૩૦ થી ૧૮૫, સોયાબીન ૭૦૦ થી ૯૧૫, રાજમાં ૫૦૦ થી ૭૦૦ સુધીના ભાવ બોલાયા હતા શુક્રવારે કુલ જણસ ૬૦૧૯૪ મણ ગુણી ૩૦૦૭૪ જે ૬૮૯ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે તલ કાળા બીજા ક્રમાંકે જીરૂ અને ત્રીજા ક્રમાંકે અજમો નંબર રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application