રોજગાર ભરતી મેળામાં ૧૦૦૦થી વધુ ઉમેદવારોમાંથી માત્ર ૪૫ રહ્યા હાજર!

  • May 22, 2025 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



એકબાજુ પોરબંદરમાં બેકારી છે તેવો બળાપો ઠાલવવામાં આવે છે તો બીજી બાજુ નોકરી માટેના રોજગાર ભરતી મેળાના આયોજન થાય છે તેમાં હજાર-હજાર યુવક-યુવતીઓને નિમંત્રણ પાઠવવામાં આવે છે તેમ છતાં ૫૦થી પણ ઓછા શિક્ષિત બેરોજગારો હાજર રહે છે ત્યારે આ પ્રકારના વધુ એક રોજગાર ભરતીમેળામાં ૧૦૦૦થી વધુ ઉમેદવારોને ઇ-મેઇલ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી ઇન્ટરવ્યુ પ્રક્રિયા માટે બોલાવાયા હતા પરંતુ તેમાં માત્ર ૪૫ જેટલા યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ભરતી મેળામાં ૩૩ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે પ્રાથમિક પસંદગી કરાઈ હતી.
 જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા  શ્રી રામ ઇન્સ્યોરન્સ, આઈ.સી.આઈ.સી બેંકની ઉપર, ત્રીજા માળે, હાર્મની ફુવારા પાસે, પોરબંદર ખાતે રોજગારવાંચ્છુઓ ઉમેદવારો માટે ભરતી મેળાનું સફળતા પુર્વક આયોજન કરવામાં આવ્યુ હતું. આ ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના ૧૦૦૦થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા.જેમાંથી કુલ ૪૫ ઉમેદવારો ઉપસ્થિત હતા.
આ રોજગાર મેળામાં સ્થાનિક નોકરીદાતા શ્રી રામ ઇન્સ્યોરન્સ, રૂદ્ર સિકયુરિટિ સર્વિસિસ, શિવમ મિનરલ પ્રોડકટ્સ તથા વેલ્સ્પન લિવિંગ લી, કચ્છ જિલ્લાના નોકરીદાતા તેમજ પ્રતિનિધિ દ્વારા તેમના એકમ તેમજ સંસ્થા ખાતે ખાલી રહેલ જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૪૫ ઉમેદવારોમાંથી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે ૩૩ રોજગારવાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી તેમજ તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. અને તદઉપરાંત રોજગાર કચેરીનાં કાઉન્સેલરો દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
કુછડી ગામેથી આવેલ ઉમેદવાર સેજલબેન કુછડીયા દ્વારા જણાવાયુ હતુ કે, અવાર નવાર રોજગારવાંચ્છુક યુવાનોને રોજગારીની તક મળી રહે તે માટે ભરતી મેળાના આયોજન પોરબંદર જિલ્લામાં કરવામાં આવે છે જેનાથી રોજગારી મેળવવામાં સહાયતા મળે છે તે બદલ તેમણે સરકારતથા જિલ્લા રોજગાર કચેરી, પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો. 
આ ભરતી મેળામાં રોજગાર મેળવવા માટે આવેલ પોરબંદર શહેરના શ્રી અલ્પેશભાઈ પઠાણ દ્વારા જણાવાયુ હતુ કે, આ જિલ્લા રોજગાર કચેરીનો અમને એક એવો ફાયદો થયો છે કે, આ દ્વારા રોજગાર વાંચ્છુકને યુવાનોને જ્યાં વેકેન્સી છે તે બાબતની જાણ થાય છે તેથી રોજગારવાંચ્છુકને નોકરી મળી રહે છે અને જે તે કંપનીને એમ્પલોય મળી રહે છે, આ બદલ તેમણે પણ સરકાર તથા જિલ્લા રોજગાર કચેરી, પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News