સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ચાલુ ચોમાસું અત્યાર સુધી અપેક્ષા મુજબનું ન રહેતાં વરસાદની રાહ વધુ લંબાઈ રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન પશ્ચિમ બંગાળ–બિહાર તરફ ખસતાં તેની અસર ગુજરાતમાં પણ ઓસરવા લાગી છે. આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના માત્ર ૧૧૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં મોટાભાગે હળવા ઝાપટાં હતા. કયાંક એકાદ–દોઢ ઈંચ સુધી વરસાદ પડો હતો, યારે સૌરાષ્ટ્ર્રના માત્ર ૨૦ તાલુકામાં મહત્તમ આશરે સાત મીલીમીટર વરસાદ નોંધાયો હતો. આજે સવારે પણ માત્ર ૧૨ તાલુકામાં વરસાદી ઝાપટાં પડાં હતા અને સૌરાષ્ટ્ર્ર કોં રહ્યું હતું.
હાલની હવામાન સ્થિતિ જોતા સૌરાષ્ટ્ર્ર–કચ્છ માટે તાત્કાલિક મોટી વરસાદી સિસ્ટમના કોઈ મજબૂત સંકેત નથી. અમદાવાદ હવામાન કેન્દ્રના ૧૭ ઓગસ્ટના બુલેટિન મુજબ બંગાળની ખાડીનું ડિપ્રેશન ઉત્તર–પશ્ચિમ તરફ આગળ વધી ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખડં અને બિહાર તરફ જવાનું હતું. ગુજરાત ઉપરનું અપર એર સાયકલોનિક સકર્યુલેશન પણ રાજસ્થાન તરફ ખસી ગયું છે.
આ સ્થિતિના કારણે ૧૮થી ૨૪ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર્ર–કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. જોકે, આ આગાહી વ્યાપક કે ભારે વરસાદની નથી. એટલે આગામી પાંચ–છ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર્રને ભીંજવી નાખે તેવી વરસાદી સિસ્ટમની હાલ રાહ જોવી પડશે. બીજી તરફ, ૧૯થી ૨૧ ઓગસ્ટ દરમિયાન પશ્ચિમ મધ્યપ્રદેશમાં વરસાદી ગતિવિધિ વધવાની અને ત્યાં ભારે વરસાદની સંભાવના એ દર્શાવી છે. મધ્ય ભારતની આ ગતિવિધિનો પરોક્ષ લાભ ગુજરાતના કેટલાક વિસ્તારોને મળી શકે છે, પરંતુ સૌરાષ્ટ્ર્રમાં વ્યાપક વરસાદ માટે માત્ર આ સિસ્ટમ પૂરતી નથી.બંગાળની ખાડીની નવી સિસ્ટમ પર સૌની નજર
હવે સૌરાષ્ટ્ર્ર–કચ્છના ખેડૂતો અને વરસાદની રાહ જોઈ રહેલા લોકોની નજર બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં સર્જાનારી નવી હવામાન સિસ્ટમ ઉપર રહેશે. નવી લો–પ્રેશર સિસ્ટમ પશ્ચિમ–ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે અને અરબી સમુદ્ર તરફથી ભેજનો પૂરતો પ્રવાહ મળે તો ઓગસ્ટના અંતિમ સાહમાં સૌરાષ્ટ્ર્રમાં વરસાદનું જોર વધવાની સંભાવના ઊભી થઈ શકે છે. જોકે, આવી સિસ્ટમ અંગે હાલ કોઈ નિશ્ચિતતા નથી. અત્યારે તો ચોમાસાના સૌથી મહત્વના તબક્કામાં સૌરાષ્ટ્ર્ર–કચ્છને ફરી એક વખત છૂટાછવાયા ઝાપટાંથી સંતોષ માનવો પડે તેવી સ્થિતિ છે. નવી સિસ્ટમના આગમન બાદ જ આકાશમાંથી મેઘમહેરનો નવો રાઉન્ડ શ થવાની સાચી આશા બંધાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application