BREAKING NEWS

ઓપરેશન મ્યુલ હન્ટ–૨.૦: રાજકોટ ગ્રામ્ય પોલીસે ૧૬ શખસો સામે કર્યા ગુના દાખલ

  • June 08, 2026 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્રારા સાયબર ગુનાખોરી અને ઓનલાઇન નાણાકીય ફ્રોડના દૂષણને ડામવા માટે ઓપરેશન મૂલ હન્ટ–૨.૦ અંતર્ગત સરહાનીય કામગીરી કરી છે. સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરવા માટે કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતા ભાડે આપનાર ટોળકીઓ વિદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. આ ખાસ ડ્રાઈવ હેઠળ અલગ–અલગ પોલીસ સ્ટેશનોમાં ૦૮ ગુના દાખલ કરી ૧૬ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિ રાય અને એસપી વિજયસિંહ ગુર્જરની સૂચનાથી સાયબર ક્રાઇમ અને સ્થાનિક પોલીસ ટીમોએ 'સમન્વય પોર્ટલ' ના ડેટા અને શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેકશનનું ઐંડાણપૂર્વક એનાલિસિસ કરીને આ સફળ ઓપરેશન પાર પાડું હતું.
પોલીસને મળેલી કુલ ૫૦ સાયબર ફ્રોડની અરજીઓના આધારે આઠ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં મેટોડા પોલીસ સ્ટેશનમાં ૨૪ અરજીઓના આધારે . ૬૨ લાખ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનું ખુલ્યું. મિતલ ગોપાલદાસ પારેલીયાની ધરપકડ કરાઈ, યારે આસિફ નામનો આરોપી પકડવાનો બાકી છે.ગોંડલ તાલુકા પોલીસમાં ૧૬ અરજીઓના આધારે . ૮૪.૬૬ લાખ ટ્રાન્સફર થવાના મામલે રાયધન અરજણ ઓડેદરા સામે ગુનો દાખલ કરાયો છે.ધોરાજી સીટી પોલીસ (૨ અલગ ગુના) જેમાં ૪ અરજીઓમાં . ૧૦.૪૯ લાખના ફ્રોડ બદલ હિતેશ જમન સવાટની ધરપકડ, સિરાજ અલીજી સૈયદરાજની શોધખોળ હાથ ધરી છે ૧ અરજીમાં . ૨૦ લાખના ટ્રાન્ઝેકશન મામલે સોહેલ સીદ્દીકભાઈ શેખ, શકીલ યુસુફ અનવાન અને સિરાજ અલીજી સૈયદરાજ (ફરાર) સામે ગુનો દાખલ કર્યેા છે. જસદણ પોલીસ મથકમાં ૪૪ અરજીઓ અંતર્ગત . ૧૦ લાખના ફ્રોડ મામલે મહિપાલ વિરજી પરમાર સામે કાર્યવાહી કરાઇ છે. ગોંડલ સીટી–બી ડિવિઝનમાં ૧ અરજીમાં . ૪૦ હજારના વ્યવહાર બદલ સુલ્તાનશા રહેમાનશા શાહમદાર, મોસીન દાઉદ શાહમદાર અને હત્પસૈન નઝાર કાસમાણી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરાઇ છે. જયારે સુહાયલ વાલી સોલંકીને પકડવાનો બાકી છે. વિંછીયા પોલીસ મથકમાં ૨ અરજીઓમાં . ૨૫ હજારના ફ્રોડ બદલ સાગર પીઠા ઝાપડીયા અને યોગેશ મુકેશ રાઠોડની ધરપકડ કરાઇ છે. પડધરી પોલીસમાં ૨ અરજીઓમાં . ૨૦ હજાર ટ્રાન્સફર થવાના મામલે સાગર બાલુ ધામણીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News