ભારત સરકારના આદેશને લઈ તા.૩૧ મે ને શનિવારે ભાવનગર સહિત ગુજરાતમાં ફરી એક વખત નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતાં કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા માટે આગોતરી તૈયારીના ભાગરૂપે આયોજિત મોકડ્રીલ અંતર્ગત સિદસર ગામમાં રાત્રિના સુમારે સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે. જ્યારે એક સ્થળની પસંદગી કરી મોકડ્રીલ યોજવામાં આવશે.
પહલગામ હુમલાનો બદલો લેવા ભારતીય સૈન્યએ શૌર્ય સાથે ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડયા બાદ પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી યુદ્ધના સમયે સિવિલ ડિફેન્સ ઉપર સરકારે વધુ ભાર મુકી મોકડ્રીલ અને બ્લેકઆઉટ કર્યું હતું. હજુ પણ ઓપરેશન સિંદૂર શરૂ હોય, જેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ સંવેદનશીલ જિલ્લાઓના વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા ચકાસવા અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવા સૂચના આપી છે. જેને લઈ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવે ભાવનગર સહિત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સાંજે પાંચ કલાકે ફરી એક વાર સિવિલ ડિફેન્સ કવાયત હાથ ધરવા અને તેના માટે કરવામાં આવેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી સૂચનાઓ આપી હતી.
કાલે તા.૩૧ને શનિવારે યોજાનાર સિવિલ ડિફેન્સની ’ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ અંગે ભાવનગરના અધિક નિવાસી કલેક્ટર એન.ડી. ગોવાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ દિવસે સાંજના સમયે એક સ્થળને ઓળખ કરી ત્યાં મોકડ્રીલ યોજવામાં આવશે. આ વખતે સમગ્ર જિલ્લાના બદલે એક માત્રસિદસર ગામની પસંદગી કરી ત્યાંરાત્રિના ૭:૪૫થી ૮:૧૫ કલાકદરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે. આ અંગે વધુમાં તેમણે જણાવ્યુ હતું કે ભાવનગર જિલ્લાને કુલ ૫૫ સાયરનની ફાળવણી થઈ છે. જેમાંથી મહાપાલિકામાં ૪૫, ૬ નગરપાલિકામાં ૬ અને ૪ તાલુકા પંચાયતમાં સાયરનની ઈન્સ્ટોલેશનની હાલ કામગીરી શરૂ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૯૪૭ માં સ્વતંત્રતા પછી ભારતને સૌપ્રથમ કયા દેશે માન્યતા આપી? શું જાણો છો તમે?
June 01, 2025 06:04 PMઓપરેશન શિલ્ડ હેઠળ બ્લેકઆઉટ, લોકો સ્વયંભૂ જોડાયા
June 01, 2025 05:22 PMરાજકોટ : ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં યોજાઈ મોકડ્રીલ
June 01, 2025 05:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech