દસ હજારથી વધુ રકમની ટ્રાન્સફર વિલંબિત કરવા પ્રસ્તાવનો વિરોધ
દસ હજારથી વધુ રકમની ટ્રાન્સફર વિલંબિત કરવા પ્રસ્તાવનો વિરોધ
May 28, 2026 08:45 AM
દેશ ડિજીટલ ક્રાંતિમાં આગેકુચ કરી રહ્યો છે તેની સાથે ઓનલાઈન થતા નાણાકીય વ્યવહારોમાં છેતરપીંડી એટલે કે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. આથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા છેતરપિંડી અને કૌભાંડોને રોકવા માટે સમયાંતરે નવી પદ્ધતિઓનો પ્રયોગ કરી રહી છે. તાજેતરમાં, ઓનલાઈન છેતરપિંડી અટકાવવા માટે, રિઝર્વ બેંકએ મોટા ડિજિટલ વ્યવહારો પર એક કલાકનો વિલબં લાદવાનો પ્રસ્તાવ મૂકયો હતો. જો કે, ઘણી બેંકોએ આ પ્રસ્તાવ પર ચિંતા વ્યકત કરી છે. ઘણી બેંકો કહે છે કે રિઝર્વ બેંક દ્રારા નક્કી કરાયેલ રૂા.૧૦,૦૦૦ ની મર્યાદા ખૂબ ઓછી છે. તેઓ માને છે કે તેને વધારીને ઓછામાં ઓછા રૂા. ૨૫,૦૦૦ કરવી જોઈએ. બેંક કર્મચારીઓના મતે, રૂા. ૧૦,૦૦૦ થી વધુના વ્યવહારો પર એક કલાકનો વિલબં જરી નથી. એક વરિ સરકારી બેંક અધિકારીએ કહ્યું કે કટોકટી ચુકવણીઓ અને કર સંબંધિત વ્યવહારોને આ નિયમમાંથી બાકાત રાખવા જોઈએ. વધુમાં, કેટલીક નાની અને ઓછી તકનીકી રીતે સક્ષમ બેંકો માટે કિલ સ્વિચ જેવી સુવિધાઓ લાગુ કરવી મુશ્કેલ હોઈ શકે છે