કાલાવડ તાલુકાના ટોડા ગામે મીની ઓઈલમીલ ધરાવતા સતુભા મલુજી જાડેજાને વીજજોડાણનુ તા.: 12-02-20રર ના રાત્રે 8.05 કલાકે પી.જી.વી.સી.એલ. કંપનીના ચેકિંગ અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં ચેકિંગ કરવામાં આવેલ હતુ. જે દરમ્યાન સદર વીજગ્રાહક દ્વારા મીની ઓઈલમીલની બાજુમા આવેલ પોલ પરથી પ્રાઇવેટ વાયર વડે ડાયરેકટ લંગર મારી બિનઅધિકૃત જોડાણ કરી વીજચોરી કરતા ઝડપાયેલ હોવાની હકીકત સાથે ચેકિંગના કાગળો તેમજ સાથે રાખેલ વિડીયોગ્રાફરની હાજરીમાં વિડીયોગ્રાફી કરી, વીજચોરીના આક્ષેપ સાથે કાલાવડ વેસ્ટ સબ-ડીવીઝન કચેરી દ્વારા ચેકિંગના બીજા જ દિવસે ગ્રાહકના નામનુ વીજચોરીનુ પુરવણીબીલ રૂા. 22,79,768.07 પૈ.નુ તૈયાર કરી, વીજચોરીના ગુનાની પોલીસ ફરીયાદ દાખલ કરેલી હતી.
જે ગુનાના કામે વીજચોરીના કેસની હકુમત ધરાવતી જામનગરના પ્રિન્સીપાલ સેસન્સ જજની કોર્ટમાં કમિટ કરવામા આવેલ હતો. જેમા ફરીયાદ પક્ષ દ્વારા પી.જી.વી.સી.એલ. તરફથી ફરીયાદ કરનાર કાલાવડ વેસ્ટ સબડીવીઝનના નાયબ ઇજનેર, વીજચેકિંગમા સ્થાનિકે હાજર રહેલ અધિકારીઓ, વિડીયોગ્રાફર તેમજ પોલીસ અધિકારીઓને તપાસવામા આવેલા હતા. સાથોસાથ તા.: 12-02-2022ના કરવામાં આવેલ કહેવાતી વિડીયોગ્રાફીના પુરાવા તરીકે સી.ડી. પણ રજુ કરવામા આવેલ હતી. જેની સામે બચાવ પક્ષ તરફથી ઉપરોકત સાક્ષીઓની વિગતવાર ઉલટ તપાસ કરવામા આવેલ હતી.
જેના આધારે બચાવ પક્ષ તરફથી દલીલો કરવામાં આવેલ હતી કે ચેકિંગમા જનાર અધિકારીઓ ચેકિંગની કામગીરી કરવા સક્ષમ નથી, કહેવાતો મુદામાલ કાયદેસરની કાર્યવાહી કબજે લેવામાં આવેલ નથી. મુદામાલ કોર્ટમાં રજુ કરવામા આવેલ નથી, વીજચેકિંગ સમયે વિડીયોગ્રાફી કરનારની જુબાની મા પોતે વીજચેકિંગની વિડીયોગ્રાફીની પેનડ્રાઈવ આપેલ હોવાનું જણાવે છે અને ફરીયાદ પક્ષના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવામા ઘણો વિરોધાભાસ છે.
સાથોસાથ ગુજરાત હાઇકોર્ટ દ્વારા વીજચોરીના ગુનામાં આપેલ ચુકાદા રજુ કરી, ફરીયાદ પક્ષ પોતાનો કેસ સંતોષકારક પુરાવાઓથી સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે તેવી દલીલને ધ્યાને લઇ સતુભા મલુજી જાડેજાને વીજચોરીના ગુનામા નિર્દોષ છોડી મુકવાનો જામનગરના પ્રિન્સીપાલ સેસન્સ જજએ હુકમ ફરમાવેલ છે. આ કેસમા સતુભા મલુજી જાડેજાના વતી બચાવ પક્ષે વકીલ ચીરાગ કે. નથવાણી, તથા ધર્મેશ સી.રાઠોડ રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech