અલગ અલગ ગુનાઓમાં એક થી વધુ વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલા અને હદપાર કરાયેલા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચાર મહિલા સહિત પાંચ શખસોને પીસીબીએ પકડી પાડી હદપારી અંગેનો ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ રાજકોટ શહેરમાંથી હદપાર કરાયેલ શખસોને હદપાર ભંગના ગુનામાં સામેલ હોય તેવા શખસોને પકડી કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અંતર્ગત પીસીબી પી.આઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ ના હોય દરમ્યાન રાજકોટ શહેર અને ગ્રામ્ય માંથી હદ પર કરાયેલ હોય તેમ છતાં કોઈપણ ની પરવાનગી વગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં મળી આવેલ ચાર મહિલા સહિત પાંચ શખ્સોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જેમાં બી ડિવિઝનમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અને છ માસનો હદપારનો હુકમ હોય તેવા અરુણ વિરજીભાઈ પાથર (રહે આડો પેડક રોડ, ગુલાબ વાળી શેરી નંબર ૧, જલારામ પાનવાડી શેરી સ્વિમિંગ પૂલની બાજુમાં), યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક વર્ષના હદપારના હુકામ હેઠળ વસંતબેન બાબુભાઈ વાજેલીયા(રહે રૈયાધાર મફતીયા પરા દશામાના મંદિર પાસે), એક વર્ષના હદપારના હુકમ હેઠળ જાનુબેન રમેશભાઈ વાજેલીયા(રહે રૈયાધાર દશામાના મંદિર પાસે), છ માસના હદપારના હુકમ હેઠળ ચંપાબેન મનસુખભાઈ વાજેલીયા(રહે રૈયાધાર દશામાના મંદિર પાસે), અને આજી ડેમ પોલીસ સ્ટેશન માં બે વર્ષના હદપારના હુકમ હેઠળ હંસાબેન રામજીભાઈ વાઘેલા(રહે સ્વાતિ પાર્ક મેન રોડ, સાઈબાબા સર્કલ પાસે કોઠારીયા) ને પોલીસે પકડી હદપારી ભંગનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહીમાં પીસીબી પી.આઇ. એમ.આર ગોંડલીયા, એમ. જે. હૂણ, પી.એસ.આઇ. પી.બી. ત્રાજિયા, એ.એસ.આઇ સંતોષભાઈ મોરી, મયુરભાઈ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, કરણભાઈ મારુ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા,. કુલદીપ સિંહ જાડેજા, વિજયભાઈ મેતા, રાહુલગીરી ગોસ્વામી, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ કળોતરા, વાલજીભાઈ જાડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, વિરેન્દ્રસિંહ પરમાર, મહિલા પોલીસ કોન્સ્ટેબલ મનિષાબેન યાદવ સાથે રહ્યા હતા.