સ્માર્ટ મીટર અંગે ગ્રાહકોમાં રહેલી ગેરસમજો દૂર કરી તેના ફાયદા અંગે જાગૃતિ લાવવાના હેતુથી પીજીવીસીએલ દ્રારા અવેરનેસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગપે પીજીવીસીએલ મહિલા કોલેજ સબ–ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર પરેશ ભારદ્રાજે આજકાલના એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણીની બ મુલાકાત લઈ સ્માર્ટ મીટર અંગે ચર્ચા કરી હતી. ધનરજની બિલ્ડિંગમાં સ્માર્ટ મીટર બદલવાની કામગીરી સંદર્ભે પણ મુલાકાત યોજાઈ હતી. ડેપ્યુટી એન્જિનિયર પરેશ ભારદ્રાજે જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર ન્યૂ જનરેશનનું મીટર છે, જે સામાન્ય મીટર જેવું જ છે, પરંતુ તેમાં કોમ્યુનિકેશન પોર્ટ ઉમેરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્રારા એપ્રિલ ૨૦૨૬માં જાહેર કરવામાં આવેલા નવા ટેરિફ મુજબ રેસિડેન્શિયલ કેટેગરીના ગ્રાહકો તેમજ ૧૦ કિલોવોટથી નીચેના એનઆરજીપી ગ્રાહકો માટે સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા દરમિયાન પ્રતિ યુનિટ ૬૦ પૈસાનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળામાં વીજ વપરાશ કરવાથી ગ્રાહકોને તેનો સીધો લાભ મળી શકે છે.પીજીવીસીએલ દ્રારા સ્માર્ટ મીટર ગ્રાહકો માટે સ્માર્ટ મીટર પીજીવીસીએલએપ્લિકેશન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ એપ્લિકેશનના માધ્યમથી ગ્રાહકો પોતાના મીટરનો રિયલ ટાઈમ વીજ વપરાશ જોઈ શકે છે. ઉપરાંત વીજ બિલ ડાઉનલોડ કરવા, ઓનલાઈન પેમેન્ટ કરવા તેમજ ભરેલા બિલની રસીદ ગમે ત્યારે મેળવી શકે છે. સ્માર્ટ મીટર લગાવવાથી બિલ વધારે આવે છે તેવી માન્યતા અંગે પરેશ ભારદ્રાજે સ્પષ્ટ્રતા કરતાં જણાવ્યું હતું કે આ માત્ર એક ગેરમાન્યતા છે. સબ–ડિવિઝન કચેરીએ આવતા ગ્રાહકો સાથે વન–ટુ–વન ચર્ચા કરી તેમને સ્માર્ટ મીટરની કામગીરી સમજાવવામાં આવે છે. સાથે જ ગ્રાહકોના મોબાઇલમાં પીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રિયલ ટાઈમ ડેટા પણ બતાવવામાં આવે છે. આ રીતે સમજણ મેળવ્યા બાદ ગ્રાહકો સંતોષ વ્યકત કરી સ્માર્ટ મીટરની પ્રશંસા કરતા હોવાનું તેમણે જણાવ્યું હતું. મહિલા કોલેજ સબ–ડિવિઝન વિસ્તારમાં અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ગ્રાહકો સ્માર્ટ મીટર એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જણાવતાં ભારદ્રાજે કહ્યું કે, આગામી સમયમાં વધુમાં વધુ ગ્રાહકો સુધી સ્માર્ટ મીટર, તેના બિલિંગ, રિયલ ટાઈમ ડેટા અને ટેરિફ ડિસ્કાઉન્ટ અંગેની માહિતી પહોંચાડવાનો પીજીવીસીએલનો પ્રયાસ છે. જાગૃતિ વધારીને ૧૦૦ ટકા સ્માર્ટ મીટર અવેરનેસનું લયાંક હાંસલ કરવાનો સંકલ્પ વ્યકત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application