BREAKING NEWS

પેપર લીક કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની પીએમ દ્વારા જાહેરાત

  • July 23, 2026 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નીટ પેપર લીક થયા બાદ ઉગ્ર દેખાવો કરનારા કોકરોચ જનતા પાર્ટી અને વિપક્ષ હજુ આક્રમક વલણ અપનાવતા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પેપર લીકની ઘટનાઓ સામે સરકારના આકરા વલણની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ્ર શબ્દોમાં જણાવ્યું છે કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય સરકાર માટે સર્વેાચ્ચ પ્રાથમિકતા છે. યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા કોઈપણ દોષિતને બક્ષવામાં આવશે નહીં. પેપર લીકના તમામ કેસોના ઝડપી નિકા લ અને દોષિતોને વહેલામાં વહેલી તકે કઠોરમાં કઠોર સજા સુનિશ્ચિત કરવા માટે સરકારે 'ફાસ્ટ ટ્રેક કોર્ટ'ની રચના કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો અને અધિકારીઓને જરી તમામ કાર્યવાહી ત્વરિત ધોરણે હાથ ધરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application