BREAKING NEWS

રક્ષક જ ભક્ષક બન્યો: ભાવનગરમાં PSI એ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું, બિભસ્ત વિડીયો પણ બનાવ્યો

  • October 26, 2025 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team


ભાવનગરમાં રક્ષક જ ભક્ષક બન્યાનું સામે આવ્યું છે. પીએસઆઈએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીની સગાઈ થતા સાસરીયાને વીડિયો મોકલ્યા છે અને યુવતીના ન્યૂડ વીડિયો મોકલી બદનામ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી PSI બેન્ઝામિન પરમારની ધરપકડ કરી છે.



મળતી માહિતી મુજબ, ભાવનગરના તત્કાલીન અને હાલ પોરબંદર ખાતે ફરજ બજાવતા PSI પરમાર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, શહેરના નિલમબાગ પોલીસ મથકમાં યુવતીએ નોંધાવી પોલીસ ફરીયાદ અને પોરબંદરના PSIએ ભાવનગરની યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે, તો યુવતીની સગાઈ થઈ જતા PSIએ ભાવિ સાસરીયા પક્ષને યુવતી સાથેના ન્યૂડ વીડિયો મોકલી બદનામ કરી છે અને PSI બેન્ઝામિન પરમાર સામે યુવતીએ નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.



આ સમગ્ર કેસમાં પીએસઆઈની સામે પોકસો હેઠળ ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે, સાથે સાથે યુવતીના મેડિકલ રીપોર્ટ પણ કઢાવ્યા છે અને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. પીએસઆઈએ યુવતીની મરજી વિરુદ્ધ જુદા જુદા સ્થળો પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, આ પીએસઆઈ બેન્ઝામિન પરમારની પોરબંદર જિલ્લામાં બદલી થઈ હતી અને તે જિલ્લામાં એલઆઈબી શાખામાં તેમને નોકરી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application